ઘરે બ્રેડ બનાવાની પરફેક્ટ રીત | માર્કેટ કરતા ચોખ્ખી અને સરસ સેન્ડવીચ બ્રેડ બનાવાની રીત | Eggless bread

ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું સેન્ડવીચ બ્રેડ , બ્રેડ આમ તો સરળતાથી બજારમાં મળી જ જતી હોય છે પણ એ બ્રેડ બનાવવામાં કેવી ક્વોલીટીની વસ્તુ વપરાઈ હોય એ આપણને નથી ખબર હોતી જયારે આપણે ઘરે જે વસ્તુ બનાવીએ એમાં દરેક વસ્તુ સારી અને ચોખ્ખી વાપરીએ જેથી બહાર કરતા ઘરની બનાવેલી વસ્તુની ગુણવત્તા વધી જાય સાથે જે ચુસ્ત જૈન , સ્વામિનારાયણ કે વૈષ્ણન્વ ધર્મ પાળતા હોય કે બહારની બનેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ના કરતા હોય એવા લોકો માટે આવી રેસીપી ખુબ જ ઉપયોગી રહે , તો સરસ બહાર જેવી બ્રેડ ઘરે કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ .

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવાનો સમય – ૧૦ મિનીટ

બેકિંગ માં લાગતો સમય – ૨૦ – ૨૫ મિનીટ

સ્ટોર કરવાનો સમય – ૨ – ૩ દિવસ

સામગ્રી :

૨૫૦ ગ્રામ મેંદો

૧૦ ગ્રામ ફ્રેશ ઇસ્ટ

૧ ચમચી ખાંડ

૧/૨ ચમચી મીઠું

૧ ચમચી સનફલાવર તેલ

પાણી

રીત :

1) મેંદાને ચાળી કિચન પ્લેટફોર્મ પર કે મોટા વાસણમાં લઇ લો ,એમાં વચ્ચે થોડી જગ્યા કરી ઇસ્ટ ,ખાંડ અને ૨-૩ ચમચી જેટલું પાણી મિક્ષ કરી ખાંડને સરસ ઓગળી લો ,હવે ધીરે ધીરે એમાં બાકીનો લોટ મિક્ષ કરતા જાવ ત્યારબાદ તેમાં મીઠું અને તેલ ઉમેરી મિક્ષ કરો હવે જરુર પ્રમાણે પાણી એમાં ઉમેરતા જઇ એકદમ ઢીલો લોટ બાંધી લો .જયારે આ લોટ બાંધશો ત્યારે એ એકદમ ચીકણો લાગશે પણ જેમ જેમ એને મસળતા જશો એમ એ સરસ સુંવાળો અને સરસ થઈ જશે લગભગ ૫- ૧૦ મિનીટ આ લોટને મસળો .

2) લોટ સરસ મસળી લો ત્યારબાદ એને એક ભીના કપડાથી ઢાંકીને ૧૦ મિનીટ રહેવા દો , ૧૦ મિનીટ પછી આ લોટ થોડો ફૂલી ગયો હશે તો હવે આ લોટને સરસ રીતે ફરીથી મસળો અને એમાં જે પણ હવા ભરાઈ હોય એને બહાર કાઢી લોટ સરસ પહેલા જેવો કરવો .

3) હવે બ્રેડના મોલ્ડમાં અને એના ઢાંકણા પર થોડું તેલ લગાવી દો જે લોટ તૈયાર કરીને રાખ્યો છે એને મોલ્ડમાં લઇ ચારે કિનારી માં સરસ રીતે ફેલાવો આનું ઢાંકણ બંધ કરી આ મોલ્ડને કોઈ ગરમ જગ્યા પર અડધો કલાક માટે મુકો .

4) અડધો કલાક પછી તમે જોશો તો લોટ આ રીતે ફૂલી ગયો હશે હવે આ સમયે ઓવનને પ્રિ હીટ કરવા મૂકી દેવું કેમકે જ્યાં સુધી ઓવન ગરમ થઈ આ લોટ હજુ પણ ફુલતો જશે .

5) હવે તમે જોઈ શકો છો આ મોલ્ડ લોટથી પોણું ભરાઈ ગયું છે આટલું આથો આવીને થવું જોઈએ ત્યારબાદ તેના પર દૂધ લગાવી દો ઉપરના આખા લેયર પર દૂધ લગાવવાનું છે .

6) ઓવન ગરમ થઇ જાય એટલે આ મોલ્ડને એમાં ૨૨૦ ડીગ્રી પર ૨૦ – ૨૫ મિનીટ માટે કે ઉપરના લેયર નો કલર સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આને બેક કરો .

7) બ્રેડ બેક થઇ જાય એટલે એના ઉપર બ્રશની મદદથી તેલ લગાવો .અને ૫ મિનીટ માટે એને આમ જ રહેવા દો

8) ૫ મિનીટ પછી બ્રેડને મોલ્ડ માંથી કાઢી પ્લાસ્ટીકથી આ રીતે લપેટી લો અને હવે બ્રેડને આ રીતે ૪ – ૬ કલાક મેતે રહેવા દો

9) હવે બ્રેડને ચપ્પાની મદદથી કટ કરી લો .

હવે બ્રેડ સર્વિંગ માટે તૈયાર છે તમે આને ૨ – ૩ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકો છો .

Watch This Recipe on Video