બે નવી ફ્લેવરમાં બનાવો બજાર કરતાં સરસ સ્માઇલી | Perfect & Crispy potato smiley | Kid’s lunch box recipe

આજે આપણે બનાવીશું બાળકોના મનપસંદ પોટેટો સ્માઇલી જે થીયેટરમાં કે રેસ્ટોરન્ટમાં મળતા હોય છે અને ઘરે જો બનાવા હોય તો આપણે ફ્રોઝન પેકેટ લાવીને એને તળીને બાળકોને આપતા હોઈએ છીએ તો ચાલો આજે એના કરતા પણ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી સ્માઇલી ઘરે બનાવીએ જેથી જયારે પણ બાળકોને આ સ્માઇલી ખાવાની ઈચ્છા થાય તો તમે એમને ઘરના બનાવેલા ચોખ્ખા સ્માઇલી આપી શકો સાથે આજે આપણે બે ફ્લેવરના સ્માઇલી બનાવીશું એક મસાલા અને બીજા ચીઝ મસાલા ,જે ફ્રોઝન ફૂડ હોય એને સ્ટોર કરવા માટે પ્રીઝર્વેટીવનો ઉપયોગ થતો હોય છે જે હેલ્થ માટે નુકશાનકારક હોય છે તો હવે આવા સરસ સ્માઇલી એકવાર જરૂર ટ્રાય કરજો .

તૈયારી નો સમય – ૧૦ મિનીટ

બનાવાનો સમય – ૧૦ મિનીટ

સ્ટોર કરવાનો સમય – ફ્રીઝરમાં એક અઠવાડિયું

સર્વિંગ – ૩ – ૪ વ્યક્તિ

સામગ્રી :

૪ બાફેલા બટાકા

૧૫૦ ગ્રામ બ્રેડક્રમ્સ

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૪ ચમચી કાળા મરીનો પાવડર

૧ નાની ચમચી લાલ મરચું

૧/૨ ચમચી ચીલી ફ્લેક્ષ

૫૦ ગ્રામ છીણેલું ચીઝ

રીત :

1)બટાકાને બાફીને છીણીને તૈયાર કરી લો (એને ઉપયોગમાં લેવાના ૨ કલાક પહેલા બાફી લેવા જેથી સરસ કોરા થઈ જાય , ત્યારબાદ મસાલા સ્માઇલી બનાવવા તેમાં બધા મસાલા અને બ્રેડ ક્રમ્સ ઉમેરી મિક્ષ કરો અને ફ્રીજમાં અડધો કલાક માટે મૂકી દો ,ચીઝ મસાલા સ્માઇલી બનાવા એમાં મસાલાની સાથે ચીઝ ઉમેરી મિક્ષ કરવું .

2) અડધો કલાક માવો ફ્રિજમાંથી બહાર કાઢી એને કિચન પ્લેટફોર્મ પર થોડું લગાવી એના પર લઇ લો હવે હાથમાં પણ સહેજ તેલ લગાવી હાથથી જ એને પાથરી દો વણવાનું નથી એને મીડીયમ થીક રાખવાનું છે

3) કુકી કટર કે નાના ધારવાળા ગ્લાસ ની મદદથી કટ કરો , વધારાનો ભાગ કાઢી ફરીથી ભેગો કરી આ પ્રોસેસ ફરીથી કરી બીજા સ્માઇલી બનાવો .

4) હવે સ્માઇલી નો શેપ આપવા માટે એક પ્લાસ્ટીકની ભૂંગળીની મદદથી એની આંખો બનાવો ત્યારબાદ ચમચીની મદદથી એનું મોં બનાવવાનું છે એટલે આ રીતે સરસ સ્માઇલી બનીને તૈયાર થશે .

5) ગરમ તેલમાં આ સ્માઇલીને મીડીયમ થી ફાસ્ટ ગેસ પર તળો , સરસ આવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા પછી એને કિચન નેપકીન પર લઈ લો .

6) બનાવેલા સ્માઇલીને ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો અને જો એના પર થોડો ચાટ મસાલો કે પીરી પીરી મસાલો પણ છાંટી શકો .

Watch This Recipe on Video