બાળકોનાં લંચ બોક્ષમાં કે સાંજનાં નાસ્તા બનાવી શકો એવી સરસ ઈન્સ્ટન્ટ ઈડલી | Kids lunch box recipe

ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું સોજીની ઈડલી આ ઈડલી તમે સાંજના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્ષમાં બનાવીને આપી શકો છો આ એકદમ ફટાફટ બની જાય એવી રેસીપી છે અને ખુબજ ટેસ્ટી બને છે તો જો આવો નાસ્તો બાળકોને બનાવીને આપશો તો હંમેશા એમનું લંચ બોક્ષ ખાલી જોવા મળશે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ .

તૈયારી નો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૧૫ મિનીટ

સર્વિંગ – ૨ -૩ વ્યક્તિ

સામગ્રી :

૧ કપ સોજી

૧/૨ વાટકી દહીં

૧/૨ વાટકી પાણી

૨ ચમચી તેલ

૧/૪ ચમચી રાઈ

૧/૪ ચમચી સોડા

ચપટી જીરું

ચપટી હિંગ

૨ લીલા મરચા

મીઠો લીંબડો

સમારેલી કોથમીર

૨ છીણેલા ગાજર

મીઠું

રીત :

1)એક વાટકામાં સોજી , પાણી અને દહીં મિક્ષ કરી ૧૦ મિનીટ માટે ઢાંકીને રહેવા દો .

2) એક વઘારીયામાં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ , જીરું ,મરચા ,લીંબડો અને હિંગ નાખી મિક્ષ કરી લો .

3) હવે આ તૈયાર કરેલો વઘાર પલાડેલી સોજી ઉપર ઉમેરો અને તેમાં છીણેલા ગાજર , સમારેલી કોથમીર અને મીઠું નાખી સરસ રીતે મિક્ષ કરી લો .

4) ત્યાર બાદ તેમાં ખાવાનો સોડા અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી મિક્ષ કરવું ( ખીરું વધારે જાડું પણ નહી અને પાતળું પણ નહિ એવું રાખવાનું છે )

5) હવે ઈડલીના સ્ટેન્ડમાં થોડું થોડું તેલ લગાવી તૈયાર કરેલું ખીરું એમાં ભરો , અને થાળીને સહેજ થપથપાવી લો .

6) એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો ,પાણી ઉકળે એટલે ઈડલીની થાળી એમાં મૂકી દો અને એને મીડીયમ તો હાઈ ફ્લેમ પર ૧૨ – ૧૫ મિનીટ માટે બાફી લો .

7) ૧૫ મિનીટ પછી ઈડલી બફાઈ જાય એટલે અને બહાર લઇ ૨ મિનીટ સીઝવા દો ત્યારબાદ ઈડલીને ૨ – ૩ મિનીટ માટે ઠરવા દો પછી એને ચપ્પા કે ચમચીની મદદથી થાળીમાંથી બહાર કાઢી લો .

8) આ ઈડલી એકદમ સરસ કલરફૂલ , ટેસ્ટી અને રૂ જેવી પોચી બને છે

9) બનાવેલી ઈડલીને તમે એકલી પણ સર્વ કરી શ્કોઅને જો ટોપરાની ચટણી સાથે સર્વ કરવી હોય તો પણ કરી શકો.

Watch This Recipe on Video