આ રીતે બ્રેડ રોલ બનાવશો તો સરસ ક્રિસ્પી બનશે અને સહેજ પણ તેલ નહિ ભરાય | Bread Roll Recipe

હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું એકદમ સરળ અને ટેસ્ટી એવા બ્રેડ રોલ , આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો અને ખાવાની ખુબજ મજા આવે છે આ રેસીપી તમે બાળકોને સાંજના નાસ્તામાં ,લંચ બોક્ષમાં કે અચાનક કોઇ વાર મહેમાન આવી જાય ત્યારે પણ બનાવી શકો છો તો ચાલો એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ રોલ કેવી રીતે બનાવવા એ જોઇ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ – ૩ -૪ વ્યક્તિ

સામગ્રી :

૪ – ૫ બાફેલા બટાકાનો માવો

મીઠું સ્વાદ પ્રમાણે

૧/૨ ચમચી ગરમ મસાલો

૧/૨ ચમચી લાલ મરચું

ચપટી હળદર

૧/૨ ચમચી ધાણાજીરું

ચપટી કાળા મરીનો પાવડર

૧/૨ ચમચી ચાટ મસાલો

૧ ચમચી વાટેલા લીલા મરચા

સમારેલી કોથમીર

ઘઉંની કે મેંદાની બ્રેડ (કિનારી કાપેલી)

થોડું પાણી

તેલ તળવા માટે

રીત :

1)સૌથી પહેલા બટાકાને બાફી લો ઠંડા થાય એટલે એને છોલીને માવો કરી લો.(જો જૈન છો તો કાચા કેળાને બાફીને લઇ શકો બટાકાની બદલે)

2) હવે આ માવામાં બધા મસાલા ઉમેરી સરસ રીતે બધું મિક્ષ કરી લો.

3) જે માવો તૈયાર કર્યો એમાંથી આવા લંબગોળ ગોળા બનાવો

4) કિનારી કાઢેલી બ્રેડને પાણીમાં સહેજ પલાડીને હાથથી દબાવી બધું પાણી કાઢી લો.

5) જે માવાના ગોળા બનાવીને તૈયાર કર્યા છે એમાંથી એક લઇ બ્રેડની વચ્ચે મુકો અને બધે થી સરસ રીતે દબાવી પેક કરો, સહેજ પણ પાણી ના રહેવું જોઈએ.

6) આ રીતે રોલ બનાવીને તૈયાર કરતા જવું.

7) રોલને ગરમ તેલ માં મીડીયમ થી ફાસ્ટ ગેસ પર તળવાના છે.

8) આવા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે એને કાઢી લો.

9) ગરમા ગરમ બ્રેડ રોલને ટોમેટો કેચપ કે તીખી ચટણી સાથે સર્વ કરો.

Watch This Recipe on Video