ગૌરીવ્રતમાં કે જયાપાર્વતી વ્રતમાં ખાઇ શકો એવી મીઠા વગરની રેસીપી | Vrat Thali | Without Salt Recipe

આજે આપણે બનાવીશું ગૌરીવ્રત ,જયાપાર્વતીવ્રત કે અલોણામાં ખાઈ શકો એવી સરસ રેસીપી જેમાં આપણે કેળાની સુકી ભાજી , પુરી અને કેસર ઈલાઈચી મઠો, આ રેસીપી ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે સાથે જ આને બનાવામાં વધારે સમય પણ નથી લાગતો તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ – ૨ વ્યક્તિ

સામગ્રી :

પુરીનો લોટ બાંધવા :

૧ કપ ઘઉંનો લોટ (૧૫૦ ગ્રામ)

૧ ચમચી તેલ

પાણી જરૂર પ્રમાણે

કેળાનું શાક બનાવા માટે :

૨ કાચા કેળા

૧ ચમચી તેલ

ચપટી જીરું

ચપટી તલ

૧/૨ ચમચી કાળા મરીનો પાવડર

૧/૨ ચમચી ખાંડ

લીંબુનો રસ

કેસર ઈલાઈચી મઠો બનાવવા :

૨૦૦ -૨૨૦ ગ્રામ – દહીં નો મસ્કો

૮૦ – ૧૦૦ ગ્રામ – બુરું ખાંડ

કેસર

ઈલાઈચી પાવડર

રીત :

1) સૌથી પહેલા મઠો બનાવાની તૈયારી કરી લઈશું તો એના માટે એક વાટકામાં દહીંનો મસ્કો લઇ લો એમાં બુરું ખાંડ નાખી દો,હવે આ બંનેને ૨ – ૩ મિનીટ માટે સરસ રીતે મિક્ષ કરી લો.

2) થોડું સ્મૂથ તેક્ષચર આવે એટલે એમાં પલાડેલું કેસર અને ઈલાઈચી પાવડર ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો, હવે એને ફ્રીજમાં ૧ કલાક કે ફ્રીઝરમાં અડધો કલાક માટે મુકી દો.

3) પુરીનો લોટ બાંધવા માટે લોટમાં તેલ નાખી સરસ રીતે મિક્ષ કરી લો, હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધી લો અને લોટ ને ઢાંકીને રહેવા દો.

4) શાક વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને તલ નાખી છોલીને સમારેલા કેળા ઉમેરો અને મિક્ષ કરી લો ઢાંકીને ૧ મિનીટ ધીમા ગેસ પર ચઢવા દો.

5) તેમાં ચમચી જેટલું પાણી ઉમેરી શાક ને એકાદ બે મિનીટ ચઢવા દો.

6) થોડો મરી પાવડર અને ખાંડ ઉમેરી મિક્ષ કરો જરૂર લાગે તો ખુલ્લું જ સહેજ વાર ચઢવા દો,ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્ષ કરી લો.

7) જે પુરીનો લોટ આપણે બાંધીને રાખ્યો હતો એને એકવાર મસળી એમાંથી લુઆ બનાવી લો એમાંથી મીડીયમ થીક પુરી વણી લો.

8) આ પુરીને ગરમ તેલમાં ફાસ્ટ ગેસ પર તળી લો જરૂર લાગે તો પુરીને સહેજ દબાવવી જેથી સરસ ફૂલી જાય .

9) લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરની આને તળવી.

10) હવે આ ગૌરીવ્રતનું ફૂલ મેનુ બનીને તૈયાર છે.

નોંધ :

જો તમારે આ રેસિપીમાં કેળાના બદલે બટાકા ઉપયોગમાં લેવા હોય તો પણ લઇ શકો અને ફરાળી મીઠું કે લીલા મરચા પણ એડ કરી શકો.

Watch This Recipe on Video