વ્રતમાં ક્યારેય ના ખાધી હોય એવી એકદમ નવી અને ટેસ્ટી રેસીપી | Farali Tikki | Vrat Recipe | No Salt Recipe

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું ગૌરીવ્રત,જયાપાર્વતી વ્રત કે અલોણામાં ખાઇ શકો એવી મીઠા વગરની એક રેસીપી, આજે આપણે ફરાળી ટીક્કી બનાવીશું જે એકદમ ટેસ્ટી બને છે અને બનાવામાં વધારે સમય પણ નથી લાગતો સાથે જ જો વ્રતમાં આવી ટેસ્ટી રેસીપી ખાવા મળે તો બાળકઓને મજા પડી જાય તો ચાલો આ ટીક્કી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ .

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવાનો સમય – ૧૦ મિનીટ

સર્વિંગ – ૨ વ્યક્તિ

સામગ્રી :

૪ બાફેલા કાચા કેળા

૮૦ – ૧૦૦ ગ્રામ પનીર

૧ ચમચી સફેદ તલ

૧/૨ ચમચી ખાંડ

થોડો લીંબુનો રસ

૧ નાની ચમચી કાળા મરીનો પાવડર

૩ ચમચી શેકેલા સીંગદાણાનો ભૂકો

તેલ

રીત :

1)સૌથી પહેલા કાચા કેળાને બાફીને તૈયાર કરી લો એ ઠંડા થાય એટલે એને છોલીને છીણી લો .

2) એની સાથે જ પનીરને પણ છીણી લો (અહી મેં ૫૦૦મિલિ દૂધમાંથી ઘરે જ પનીર બનાવીને ઉપયોગમાં લીધું છે)

3) હવે આમાં બધા મસાલા કરી સરસ રીતે મિક્ષ કરી લો.

4) આ રીતે એનું તેક્ષ્ચર આવી જશે જાણે કે લોટ બાંધ્યો હોય.

5) હવે હાથ ધોઈ લો અને હાથમાં સહેજ તેલ લગાવી એમાંથી સરસ આ રીતની મીડીયમ સાઈઝની ટીક્કી બનાવો (આ માપ થી ૧૨ ટીક્કી બનશે )

6) તૈયાર ટિક્કીને ગરમ તેલમાં મીડીયમ ગેસ પર તળો.

7) સરસ આવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે એને એક ડીશમાં લઇ લો.

8) ગરમા ગરમ ટિક્કીને દહીં કે ચટણી સાથે સર્વ કરો.

નોંધ :

અત્યારે આપણે આ રેસીપી ગૌરીવ્રત કે અલોણા માં ખાઈ શકાય એ રીતે તૈયાર કરી છે પણ જો તમે આ રેસીપી બીજા કોઈ ઉપવાસમાં ખાવા બનાવતા હોય તો તમે આમાં બટાકા , મીઠું ,લીલા મરચા ,કોથમીર એ બધું ઉપયોગમાં લઇ શકો છો.

તમારે જો આ ટિક્કીને તળવાના બદલે શેલોફ્રાય કરવી હોય તો પણ કરી શકો.

Watch This Recipe on Video