હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું બાળકીઓને ગૌરીવ્રતમાં કે જયાપાર્વતીના વ્રતના એકટાણામાં ખાઇ શકાય એવી એક રેસીપી “ ચટપટા કબાબ “, આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો અને જો આવી સરસ રેસીપી બાળકીઓને એકટાણામાં બનાવીને આપશો તો એમને ખાવાની અને વ્રત કરવાની ખુબજ મજા આવશે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૧ – ૨ વ્યક્તિ
સામગ્રી :
૫ પરોઠાનો ભૂકો
૧ -૨ બાફેલા બટાકા કે કેળા
૪ ચમચી સીંગદાણા નો ભૂકો
૧ ચમચી તલ
સમારેલા લીલા મરચા અને કોથમીર
ફરાળી મીઠું (જો ના ખાતા હોવ ના નાખવું)
૧ નાની ચમચી ખાંડ
લીંબુનો રસ
રીત :
1) સૌથી પહેલા ઠંડા પરોઠાનો ચીલી કટરમાં ભૂકો કરી લેવો

2) ત્યારબાદ એમાં બાકીની બધી સામગ્રી ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લેવું .

3) હવે હાથ ધોઈ હાથમાં સહેજ તેલ લગાવી એમાંથી કબાબ બનાવવા .

4) બનાવેલા કબાબને મીડીયમ ગેસ પર તળવા.

5) સરસ આવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે કાઢી લો.

6) આ ટેસ્ટી અને ચટપટા કબાબ સર્વિંગ માટે તૈયાર છે તમે આને ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો.

નોંધ :
જે લોકો ઉપવાસમાં બટાકા ના ખાતા હોય એ કાચા કેળાને બાફીને લઇ શકે, અને જો લીલા મરચા ના ખાતા હોવ તો કાળા મરીનો પાવડર લઇ શકો .મીઠું પણ ઘણા ખાય છે ઉપવાસમાં તો ઘણા નથી ખાતા જો ખાતા હોવ તો નાખવું નહિ તો મીઠા વગર પણ આ રેસીપી બનાવી શકો .