મેંદાનાં બદલે ઘઉંનાં લોટથી બનાવો સરસ ફરસીપુરી | Ghau ni Farsi Puri | Wheat Flour Puri | Gehu ki Puri

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ફરસીપુરી , જનરલી આપણે ફરસીપુરી મેંદાની બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે મેંદાના બદલે ઘઉં નો લોટ ઉપયોગ કરીને આ પુરી બનાવીશું તો આ પુરી હેલ્ધી તો બનશે સાથે જ ટેસ્ટી અને ક્રિસ્પી પણ બનશે, આ પુરીને તમે બનાવીને એરટાઈટ ડબ્બામાં ભરીને ૨૦ – ૨૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો બાળકોને લંચ બોક્ષમાં આપવી હોય કે ક્યાય પ્રવાસ દરમિયાન લઇ જવી હોય તો ખુબજ ઉપયોગી રહે છે એને સરસ ક્રિસ્પી બનાવવા માટે તમારે થોડી વસ્તુનું ધ્યાન રાખવાનું છે જે હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવાનો સમય – ૨૦ – ૨૫ મિનીટ

સ્ટોર કરી શકો – ૨૦ – ૨૫ દિવસ

સામગ્રી :

૫૦૦ ગ્રામ ઘઉંનો ઝીણો લોટ

૨ ચમચી સોજી (ઓપ્શનલ)

૫ ચમચી નવશેકું ગરમ તેલ

૧ ચમચી મરી પાવડર

૧/૨ ચમચી જીરું

મીઠું સ્વાદ પ્રમાણે

હુંફાળું પાણી લોટ બાંધવા

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા ઘઉંના લોટમાં મીઠું , મરી પાવડર , જીરું, સોજી અને તેલ નાખી સરસ રીતે મિક્ષ કરી લો ,આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ હોવું જોઈએ.

2) હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ પરોઠા કરતા સહેજ કઠણ લોટ બાંધીને તૈયાર કરવો (લોટ ઢીલો ના થઇ જાય એનું ધ્યાન રાખવું)

3) લોટ બંધાઈ જાય એટલે હાથમાં સહેજ તેલ લઇ લોટને સરસ રીતે મસળીને સુંવાળો કરી દેવો.અને એને ઢાંકીને ૫ – ૧૦ મિનીટ માટે રાખો.

4) બાંધેલા લોટમાંથી જરૂર પ્રમાણેનો થોડો લોટ લઇ એને મસળી એમાંથી લુઆ બનાવી લો

5) હવે આમથી મીડીયમ સાઈઝની બહુ જાડી પણ નહિ અને બહુ પાતળી પણ નહિ એવી પપુરી વણી લો.

6) પુરી પર ચપ્પા અથવા કાંટા ચમચી ની મદદથી નિશાન કરી દો જેથી પુરી ફૂલે નહી.

7) તૈયાર કરેલી પુરીને ગરમ તેલમાં મીડીયમ ગેસ પર તળો, થોડી થોડી વારે એને ફેરવતા રહેવી.

8) સરસ આવી લાઈટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે એને એક થાળીમાં કે પેપર નેપકીન પર લઇ લો.

9) આ સરસ મજાની ફરસીપુરી સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video