એક નવા જ ટેસ્ટમાં બનાવો આ હેલ્ધી સેન્ડવીચ | Veg Mayo Sandwich | Veg Sandwich Banane ki Rit | Sandwich

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધિ સેન્ડવીચ “ વેજ મેયો સેન્ડવીચ “ , આ ખુબજ સરસ લાગે છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો બીજું કે બાળકો આમ શાકભાજી થી દુર ભાગતા હોય છે પણ જો એમને આવી કોઈ રેસીપી બનાવીને આપશો તો એ ફટાફટ ખાઈ લેશે, આ સેન્ડવીચ તમે લંચ બોક્ષમાં કે નાસ્તામાં બનાવીને આપી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૫ મિનીટ

સર્વિંગ – ૩ સેન્ડવીચ

સામગ્રી :

૨ ચમચી ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ

૨ ચમચી ઝીણા સમારેલા લીલા કેપ્સીકમ

૨ ચમચી બીયા કાઢીને ઝીણા સમારેલા ટામેટા

૩ ચમચી ઝીણા સમારેલા ગાજર

૪ – ૫ ચમચી ઝીણી સમારેલી કોબીજ

૨ – ૩ ચમચી ઈંડા વગરનું મેયોનીઝ

મીઠું સ્વાદ પ્રમાણે

૧ નાની ચમચી કાળા મરીનો પાવડર

બટર

લીલી ચટણી

ટોમેટો કેચપ

ચીઝ

રીત :

1) સૌથી પહેલા આના માટે જે શાક ઉપયોગમાં લેવાના છે એને સાફ કરીને સરસ ઝીણા સમારી લેવા (જો લાલ કેપ્સીકમ ના મળે તો એકલા લીલા કેપ્સીકમ લઇ શકાય)હવે એને એક વાટકામાં લઇ એમાં મીઠું , મરી પાવડર અને મેયોનીઝ ઉમેરી સરસ મિક્ષ કરી લેવું.

2) કિનારી કાપેલી બ્રેડ લઇ એના પર પહેલા બટર લગાવો પછી તેના પર લીલી ચટણી લગાવો જે સ્ટફિંગ બનાવ્યું છે એમાંથી ૩ – ૪ ચમચી જેટલું સ્ટફિંગ પાથરો પછી તેના પર પ્રોસેસ્ડ ચીઝ છીણી લો (ચીઝ તમારી પસંદ અનુસાર ઓછું વધતું કે skip કરી શકો)

3) હવે ચીઝ ઉપર થોડો ટોમેટો કેચપ નાખો અને એના પર બટર અને ચટણી લગાવેલી બીજી બ્રેડ મુકી હલ્કા હાથે સહેજ દબાવી લો.(આને આ રીતે કાચી પણ ખાઈ શકાય)

4) એક ગ્રીલ પેન ગરમ કરવા મુકો એ ગરમ થાય એટલે સેન્ડવીચ પર બંને બાજુ થોડું થોડું બટર લગાવી એને સરસ ક્રિસ્પી શેકી લો (ઇલેક્ટ્રિક ગ્રીલર માં પણ શેકી શકો અને સાદી તવીમાં પણ શેકી શકો)

5) સેન્ડવીચ સરસ આવી ક્રિસ્પી શેકાય જાય એટલે એને ધારવાળા ચપ્પાની મદદથી કટ કરી લો અને સર્વિંગ પ્લેટમાં લઇ ફરી થી એના પર થોડું ચીઝ છીણી લો.

6) હવે આ સરસ મજાની ટેસ્ટી અને ક્રિસ્પી સેન્ડવીચ સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video