રક્ષાબંધન પર બનાવો ફક્ત ૧૦ મિનિટમાં બની જાય એવી મીઠાઇ ચોકલેટ બરફી | Chocolate Barfi | Barfi Recipe

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક સરસ મજાની મીઠાઇ “ ચોકલેટ બરફી ” આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને તમે કોઈ પણ તહેવાર પર બનાવીને ઉપયોગમાં લઇ શકો છો જેન કે દિવાળી,નવરાત્રી,રક્ષાબંધન,ગણપતિ ના પ્રસાદમાં પણ ઉપયોગમાં લઇ શકો છો આને તમે બનાવીને ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો આને પરફેક્ટ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૨ મિનીટ

બનાવવાનો સમય – ૫ – ૭ મિનીટ

સર્વિંગ – ૯ પીસીસ

સામગ્રી :

૨૫૦ ગ્રામ – ગળ્યો માવો

૧ ચમચી બુરું ખાંડ

૧ ચમચી કોકો પાવડર

૨ ચમચી ચોકલેટ પાવડર

ચાંદીનો વરખ

થોડું ઘી

રીત :

1) માવાને હાથથી મસળી એક કડાઈમાં કે ફ્રાયપેનમાં લઇ લો હવે આને સ્લો થો મીડીયમ ગેસ પર ૨ – ૩ મિનીટ માટે શેકી લઈશું માવો શેકાઇ જાય એટલે એને થાળી કે પ્લેટમાં લઇ ઠંડો થવા દો.

2) માવો ઠંડો થઇ જાય એટલે એને હથેળીની મદદથી સરસ મસળી લો પછી એમાં બુરું ખાંડ નાખી મિક્ષ કરી લો.

3) ખાંડ સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે એના બે ભાગ કરી દો હવે એક ભાગ માં કોકો અને ચોકલેટ પાવડર નાખી મિક્ષ કરી લેવું.

4) હવે એક ટીન લઇ એમાં થોડું ઘી લગાવો પછી એમાં પહેલા સફેદ ભાગવાળું મિશ્રણ પથરો સરખું લેવલમાં કરી એના ઉપર ચોકલેટવાળું મિશ્રણ પાથરી દો અને સરસ રીતે એને દબાવીને લેવલમાં કરી લો.

5) આ રીતે સર્વ કરવો હોય તો પણ કરી શકો અને જો એના પર વરખ લગાવવો હોય તો પણ લગાવી શકો પછી એને કટ કરી પીસીસ તૈયાર કરી લો.

6) હવે આ સરસ મજાની ચોકલેટ બરફી સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video