હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક ટેસ્ટી અને ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય “ ફરાળી થેપલા “ આ ખુબજ સરસ બને છે અને જયારે તમે શ્રાવણ મહિનો કર્યો હોય કે ઘરમાં બધાને અગિયારસ , રામનવમી મેં જન્માષ્ટમી નો ઉપવાસ હોય ત્યારે આ રેસીપી ખુબજ ઉપયોગી રહે છે અને જયારે આને બનાવીને તમે ઘરનાને સર્વ કરશો તો કોઈને ખ્યાલ જ નહિ આવે કે આ રેગ્યુલર થેપલા છે કે ફરાળી , આની સાથે તને દહીં કે છૂંદો કોઈ પણ વસ્તુ સર્વ કરી શકો છો તો ચાલો આવા સરસ થેપલા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૨ વ્યક્તિ
સામગ્રી :
૧/૨ કપ ફરાળી લોટ
૧/૪ કપ રાજગરાનો લોટ
૧૦૦ ગ્રામ છોલીને છીણેલી દુધી
સમારેલી કોથમીર
૧/૨ ચમચી હળદર (ઓપ્શનલ)
૧/૨ ચમચી લાલ મરચું
૧ ચમચી વાટેલા લીલા મરચા
૧ ચમચી તલ૧ નાની ચમચી ખાંડ
મીઠું સ્વાદ પ્રમાણે
૨ ચમચી દહીં
૧ ચમચી તેલ ( મોવણ માટે)
તેલ થેપલા શેકવા
ફરાળી લોટ (અટામણ માટે)
રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં બંને ;લોટ લઇ લો

2) હવે એમાં બધા મસાલા કરી થોડું દહીં ઉમેરો અને પરોઠા કરતા સહેજ ઢીલો લોટ બાંધી લો

3) લોટને બાંધીને નથી રાખવાનો તરત જ એમાંથી લુઆ બનાવી લો

4) ફરાળી લોટનું અટામણ લઇ આમાંથી થેપલુ વણી લો

5) એક તવી ગરમ કરવા મુકો અને ગરમ થાય એટલે વણેલો ભાગ તવીમાં નીચે જાય એ રીતે થેપલુ એમાં નાખો અને ધીમા ગેસ પર ચઢવા દો

6) એક સાઈડ આ રીતે ચઢી જાય એટલે બીજી બાજુ ફેરવી દો અને અત્યારે ગેસ મીડીયમ કરી દેવો, પાછળ આવી ડીઝાઇન પડે એ પછી જ તેલ મુકવું

7) થેપલાને તેલ મુકી મીડીયમ થી ફાસ્ટ ગેસ પર હલ્કા હાથે દબાવી સરસ આવું લાઈટ ગોલ્ડન બ્રાઉન શેકી લો

8) હવે આ એકદમ ટેસ્ટી ફરાળી થેપલા સર્વિંગ માટે તૈયાર છે અત્યારે એને દહીં અને કેરીના છુંદા સાથે સર્વ કર્યા છે
