તળ્યા વગર બનાવો એક ટેસ્ટી અને નવો નાસ્તો | Veg Cheese Corn Appe

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું તળ્યા વગરનો એક સરસ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો “ વેજ ચીઝ કોર્ન અપ્પે “, આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો આ તમે બાળકોને સાંજના નાસ્તામાં કે લંચ બોક્ષમાં પણ બનાવીને આપી શકો છો સાથે જ તમે વજન ઉતરતા હોવ અને એ સમયે જો કઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય તો આ રેસીપી ટ્રાય કરી શકો છો ત્યારે તમારે આમાં સુ બદલાવ કરવો એ હું તમને એ સ્ટેપ દરમિયાન જણાવતી જઈશ તો ચાલો આને બનાવવાનું શરુ કરીએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૫ – ૭ મિનીટ

સર્વિંગ – ૧૨ અપ્પે

સામગ્રી :

૪ બાફેલા બટાકા

૨ છીણેલા ગાજર

૧ સમારેલું કેપ્સિકમ

૨ સમારેલા લીલા મરચા

સમારેલી કોથમીર

૧/૨ વાટકી છીણેલું ચીઝ

૩ – ૪ ચમચી અધકચરા વાટેલા સ્વીટકોર્ન

૨ – ૩ સ્વીટકોર્નના દાણા

૧/૪ ચમચી ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો

થોડા ચીલી ફ્લેક્ષ

થોડો ચાટ મસાલો

સ્વાદ પ્રમાણે મીઠું

૧ ચમચી બટર

૭ – ૮ ચમચી ફ્રેશ બ્રેડ ક્રમ્સ

રીત :

1) સૌથી પહેલા બટાકાને બાફીને છોલીને એનો માવો કરી લેવો , જો જૈન હોવ તો કાચા કેળા બાફીને લઇ શકો

2) બાકીની બધી સામગ્રી ઉમેરી સરસ મિક્ષ કરી લેવું,જરૂર લાગે તો બીજા થોડા બ્રેડ ક્રમ્સ નાખવા

3) જે પણ સાઈઝનું તમારું અપ્પે મેકર હોય એ પ્રમાણે ના નાના નાના ગોળા વાળી તૈયાર કરી લેવા જરૂર લાગે તો સહેજ તેલવાળો હાથ કરી શકો

4) અપ્પે મેકર ગરમ કરવા મુકો અને એમાં થોડું બટર લગાવો એ ગરમ થાય એટલે ગોળા એમાં મુકી દો એના પર ઢાંકણ ઢાંકી મીડીયમ ગેસ પર ૨ – ૩ મિનીટ ચઢવા દો

5) એક સાઈડ સરસ ચઢી જાય એને લાઈટ બ્રાઉન કલરના થાય એટલે એને ફેરવી દો બીજી સાઈડ એને શેકતા ઓછો સમય લાગશે તો ૧ મિનીટ એને ઢાંકીને અને ૧ મિનીટ એને ખુલ્લું ચઢવા દો

6) અપ્પે બની જાય એટલે ગેસ બંધ કરી એને એમાં જ ૧ મિનીટ રહેવા દો કેમકે પેન ગરમ હોય એટલે એ થોડા હજુ શેકાશે

7) ગરમા ગરમ અપ્પે ની ઉપર થોડો ચાટ મસાલો છાંટી સર્વ કરો.

Watch This Recipe on Video