હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી “ ચના ચીલી “ આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને જેવું રેસ્ટોરન્ટ ખાઈએ છે એવું જ ટેસ્ટી અને ક્રિસ્પી ઘરે ખુબજ સરળતાથી આપણે બનાવી શકીએ છે આમાં કાબુલી ચણાને બાફીને પછી કોર્ન ફલોરનું કોટિંગ કરીને તળી પછી એની સ્પેશિયલ ગ્રેવીમાં મિક્ષ કરવામાં આવે છે જેનાથી આ ખુબજ ટેસ્ટી બની જાય છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૨૦ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૩ વ્યક્તિ
સામગ્રી :
૧૦૦ ગ્રામ મીઠું નાખીને બાફેલા કાબુલી ચણા
૨ – ૩ ચમચી કોર્ન ફ્લોર
ગ્રેવી બનાવવા માટે :
૨ ચમચી તેલ
૧ લીલું મરચું
૨ – ૩ સમારેલું કેપ્સિકમ
૩ ચમચી સમારેલી કોબીજ કે ડુંગળી
છીણેલું આદુ
૩ – ૪ કળી લસણ (જો નાખવું હોય તો)
૨ ચમચી સેઝવાન સોસ
૨ ચમચી ટોમેટો કેચપ
૧ ચમચી રેડ ચીલી સોસ
૧/૨ ચમચી સોયા સોસ
થોડા ચીલી ફ્લેક્ષ
થોડો કાળા મરીનો પાવડર
મીઠું (જો જરૂર લાગે તો જ નાખવું)
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલા કાબુલી ચણા જેને આપણે છોલે ચણા પણ કહેતા હોઈએ છે એને ૮ – ૧૦ કલાક પલાડી પછી કુકરમાં ૫ વ્હીસલ કરી બાફી લેવા , ચણા જોવામાં આખા લાગે પણ હાથથી દબાવો તો આસાનીથી દબાઈ જાય એવા બાફેલા જોઈએ , વધુ પડતા બફાયેલા ચણા આમાં ના ચાલે એટલે એ વાત નું ખાસ ધ્યાન રાખવું.

2) ચણાને એક વાટકામાં લઇ એના ઉપર કોર્ન ફ્લોર છાંટો અને સરસ રીતે એને મિક્ષ કરી લો,આવું સરસ એના ઉપર કોટિંગ થવું જોઈએ.

3) હવે એને તળવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ સરસ ગરમ થાય એટલે ચણા ને એમાં ફાસ્ટ ગેસ પર તળી લો (ચણા તેલમાં નાખતા પહેલા વધારાનો કોર્ન ફ્લોર વાટકામાં જ ઝારા થી નીકળી દેવો જેથી તેલ ખરાબ ના થાય.)

4) ચણાને વારેઘડીએ હલાવવાની જરૂર નથી થોડી થોડી વારે હલાવવું ચણા તળાઈ જશે એટલે આ રીતે ઉપર આવી જશે પછી એને ઝારા કે કાણાવાળા વાટકાની મદદથી બહાર કાઢી લો ચણા સરસ આવા કોરા અને ક્રિસ્પી હોવા જોઈએ.

5) હવે એની ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સમારેલું લીલું મરચું નાખો , ત્યારબાદ કેપ્સિકમ અને કોબીજ નાખો જે ડુંગળી ખાતા હોય એ કોબીજના બદલે ડુંગળી લઇ શકે

6) આમાં જ થોડું આદુ છીણીને નાખવું જો લસણ નાખવું હોય તો અધકચરું વાટીને કે સમારીને નાખવું, આ બધી વસ્તુને ફાસ્ટ ગેસ પર સાંતળો

7) હવે એમાં ચીલી ફ્લેક્ષ અને મરી પાવડર નાખી મિક્ષ કરી લો

8) એમાં જે બધા સોસ નાખવાના છે એ નાખી સરસ મિક્ષ કરી એમાં પાણી નાખી એની ગ્રેવી તૈયાર કરો અને ૧ મિનીટ એને ચઢવા દો.

9) આ બનાવેલી ગ્રેવીમાં તળેલા ચણા નાખો અને સરસ રીતે મિક્ષ કરો.ગેસ બંધ કરી એમાં છેલ્લે વિનેગર નાખી મિક્ષ કરી લો

10) હવે ટેસ્ટી અને ક્રિસ્પી ચણા ચીલી સર્વિંગ માટે તૈયાર છે
