હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ખુબજ ઓછી સામગ્રીથી અને ખુબજ ઓછા સમયમાં બની જાય એવો ઓરીઓ આઈસ્ક્રીમ , આને બનાવવા માટે ફક્ત ૩ જ વસ્તુની જરૂર પડે છે તો ગરમી નો સમય હોય કે કોઈ તહેવાર આવતો હોય તો ત્યારે તમે આવો આઈસ્ક્રીમ બનાવીને ફ્રીઝરમાં રાખો શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૨ મિનીટ
બનાવવાનો સમય – ૫ મિનીટ
સર્વિંગ – ૪ – ૬ વ્યક્તિ
સામગ્રી :
૧ કપ નોન ડેરી ક્રિમ
૧/૩ કપ કંડેન્સ મિલ્ક
૫ ઓરીઓ બિસ્કીટ
૩ – ૪ ટીપા ચોકલેટ એસેન્સ (ઓપ્શનલ)
રીત :
1) સૌથી પહેલા એક બાઉલમાં નોન ડેરી ક્રિમ અને કંડેન્સ મિલ્ક ઉમેરો

2) હવે ઓરીઓ બિસ્કીટ ને એક ઝીપ પાઉચમાં નાખી વેલનની મદદથી એનો અધકચરો ભુકો કરી લો

3) હવે ક્રિમવાળા મિશ્રણમાં આ ભુકો નાખો અને એસેન્સ નાખી વ્હીસ્કરથી સરસ મિક્ષ કરી લો

4) હવે આને એક ટીનમાં લઇ લેવલમાં કરી દો અને ઢાંકણ ઢાંકી એને ફ્રીઝરમાં ૮ – ૧૦ કલાક કે આખી રાત માટે સેટ થવા મુકો

5) બીજા દિવસે આઈસ્ક્રીમ સેટ થઇ જાય એટલે એટલે એને સ્કુબ કરી બાઉલમાં લઇ લો

6) હવે એકદમ ટેસ્ટી અને યમ્મી સાથે જ ખુબજ ઓછી મહેનતમાં બની જતો ઓરીઓ આઈસ્ક્રીમ સર્વિંગ માટે તૈયાર છે
