હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઇ શકાય એવી ફરાળી ટીક્કી આજે આ ટીક્કી આપણે એક અલગ જ રીત થી બનાવીશું જે ખુબજ ટેસ્ટી બને છે અને બનાવવામાં વઘારે સમય પણ નથી લાગતો આ ટીક્કી તમે જન્માષ્ટમી, રામનવમી , અગિયારસ કે કોઈ પણ ઉપવાસના દિવસોમાં ખાઈ શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારી નો સમય – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૧૦ – ૧૨ ટીક્કી
સામગ્રી :
૧ મોટો વાટકો ફરાળી પરોઠાનો ભુકો
૧ નાની વાટકી પલાડેલા સાબુદાણા
૧/૨ વાટકી શેકેલા સીંગદાણા નો ભુકો
૧ ચમચી મરી પાવડર
૧ ચમચી તલ
૨ ચમચી ખાંડ
૧ ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ
રીત :
1) સૌથી પહેલા બધી સામગ્રી માં[પ પ્રમાણે તૈયાર કરી લો અને પરોઠાનો ચીલી કટરમાં ભુકો કરી લો

2) હવે બધી સામગ્રી એક વાટકામાં મિક્ષ કરી લો

3) તેલવાળો હાથ કરી એમાંથી મીડીયમ સાઈઝની ટીક્કી બનાવવી(અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝની ૧૦ -૧૧ ટીક્કી બને છે)

4) ટીક્કીને મીડીયમ ગેસ પર સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી

5) હવે આ ફરાળી ટીક્કી સર્વિંગ માટે તૈયાર છે તમે આને તીખી કે મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો
