ગણપતિબાપા માટે બનાવો સરસ ટેસ્ટી અને યમ્મી ચોકલેટ મોદક | Stuffed Chocolate Modak | Modak Recipe | Modak

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી પર બનાવી શકો એવા સરસ  “ ચોકલેટ મોદક “ , જેમાં આપણે સ્ટફિંગ કરીને બનાવીશું જેનાથી એનો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે સાથે જ આને બનાવવામાં ફક્ત ૧૦ – ૧૨ મિનિટનો સમય લાગે છે , બાળકો તો આ મોદક ખુબજ પસંદ આવશે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૫ – ૧૦ મિનીટ

સર્વિંગ – ૬ મોદક

સામગ્રી :

૧૦૦ ગ્રામ – ડાર્ક ચોકલેટ

૧૦૦ ગ્રામ – મિલ્ક ચોકલેટ

સ્ટફિંગ બનાવવા માટે :

૪ ચમચી સુકા ટોપરાનું છીણ

૧ – ૧.૫ ચમચી કંડેન્સ મિલ્ક

રીત :

1) સૌથી પહેલા ચોકલેટને સમારીને તૈયાર કરી લેવી એક કાચનો બાઉલ ઉપયોગમાં લેવો પછી એને ૩૦ સેકન્ડ માટે માઈક્રોવેવ કરો પછી ફરી ૩૦ સેકન્ડ માઈક્રોવેવ કરો અને સરસ રીતે મિક્ષ કરી લો

2) હવે સ્ટફિંગ બનાવવા માટે એક વાટકામાં ટોપરાનું છીણ અને કંડેન્સ મિલ્ક મિક્ષ કરી લો પછી એમાંથી નાની નાની ગોળી બનાવી લો

3) જે ચોકલેટ મેલ્ટ કરી છે એને પાઈપીંગ બેગમાં ભરી લો અને બેગમાં કાણું પાડી દો

4) પછી મોદક મોલ્ડ લઇ આ ચોકલેટ એમાં ભરો અડધું જ ભરો

5) જે ગોળી બનાવી છે એ એ એમાં મુકો અને સહેજ દબાવી લો પછી ફરી એને કવર કરવા માટે એના ઉપર ચોકલેટ નાખો

6) મોલ્ડને થોડું થપથપાવી લો પછી એને ફ્રીજમાં ૮ – ૧૦ મિનીટ માટે મુકી દો

7) ૧૦ મિનીટ પછી ચોકલેટને મોલ્ડ માંથી બહાર કાઢી લો, આ રીતે સરસ મોદક બનીને તૈયાર થશે

8) મોદકને જો તમારે આ રીતે પેપરથી કવર કરવા હોય તો પણ કરી શકો

9) મોદકને તમે કટ કરશો તો આવા સરસ દેખાશે

10) હવે આ મોદક બનીને તૈયાર છે

Watch This Recipe on Video