પારંપરીક રીતે તળ્યા વગર ગોળમાંથી બનતા ચુરમાના લાડવા બનાવવાની પરફેક્ટ રીત | Churma na Ladva | Gol na Ladu

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચુરમાના લાડુ, ટ્રેડિશનલ ચુરમાના લાડુ બે રીતે બનતા હોય છે એક મૂઠિયા બનાવીને અને બીજું ભાખરી બનાવી ને સાથે જ ગળપણમાં પણ બુરુ ખાંડ અને ગોળ એમ બેમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ આજે આપણે ચુરમાના લાડુ ભાખરી બનાવી ને અને ગોળનો ઉપયોગ કરીને બનાવીશું જેથી આ લાડુ વધારે પૌષ્ટિક બને છે જેથી ડાયાબિટીસ વાળા લોકો કે નાના બાળકોને આપવા હોય તો પણ આપણે આપી શકીએ છીએ આ લાડુ ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : પ મિનિટ

બનાવવાનો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વિંગ : ૧૦ થી ૧૨ લાડવા

સામગ્રી :

૧.૫ કપ ઘઉંનો કરકરો લોટ (૨૦૦ ગ્રામ)

૧ ચમચી ચણાનો લોટ

૧ ચમચી સોજી

૧/૪ કપ + ૨ ચમચી ચોખ્ખું ઘી (૧૨૫ – ૧૫૦ ગ્રામ)

૧/૨ કપ ગોળ

૧/૨ કપ ગરમ પાણી

૧/૨ ચમચી ઈલાયચી જાયફળનો પાવડર

 ૨ ચમચી સમારેલા બદામ પિસ્તા

1 ચમચી કાજુ

૨ ચમચી સુકી દ્રાક્ષ

૧ ચમચી ખસખસ

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં ઘઉં નો લોટ બેસન સોજી અને મોવણ માટે તેલ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો મોવાણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ

2) એક વાસણમાં લોટ બાંધવા માટે પાણી ગરમ કરવા માટે મૂકો પાણીને નવશેકું ગરમ કરવાનું છે હવે આ ગરમ પાણીથી ભાખરીનો લોટ બાંધો લોટને કઠણ રાખવાનો છે બિસ્કીટ ભાખરી બનાવવા માટે જેવો લોટ બાંધીએ છીએ એવો જ બાંધીને તૈયાર કરવો

3) લોટને ઢાંકીને પાંચ મિનિટ માટે રાખો પાંચ મિનિટ પછી લોટને મસળીને સુવાળો કરી લો હવે એમાંથી એક મોટો લુઓ  બનાવીને તૈયાર કરો એમાંથી જાડી ભાખરી વણવી

4) ભાખરી ને શેકવા માટે એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ભાખરી એમાં નાખો ભાખરી ને પહેલા ધીમા ગેસ ઉપર શેકો  એક બાજુ શેકાય એટલે ભાખરી ને ફેરવી દો હવે ગેસ નો તાપ મીડીયમ કરી દેવો

5) પાછળની બાજુ ભાખરી માંસરસ ડિઝાઇન પડે એ પછી એને ફેરવી દો અને એક કોટનના કપડાંનો ઉપયોગ કરીને આ ભાખરી ને હલકા હાથે દબાવતા જઈ સરસ કડક શેકો

6) બધી ભાખરી શેકાઈ જાય એ પછી એને એક કોટનના કપડા પર ઠંડી થવા માટે મૂકો ભાખરી પૂરેપૂરી ઠંડી થઈ જાય ત્યાં સુધી રાખવી

7) ભાખરી ઠંડી થઈ જાય એટલે એને મોટા ટુકડા કરીને મિક્સર ના મીડિયમ સાઇઝના જારમાં લઈ લો અને એને દળીને તૈયાર કરી લો

8) જે ભાખરી દળી છે એને ઘઉં ચાળવા ના ચાળણાથી કે કાણાવાળા વાટકા ની મદદથી ચાલો

9) એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સમારેલો ગોળ ઉમેરો ઘી અને ગોળ સરસ રીતે મિક્સ થઇ જાય ત્યાં સુધી મીડીયમ ગેસ ઉપર હલાવતા રહો આનો પાયો નથી કરવાનો ફક્ત એને ઘીમાં મિક્સ કરવાનું છે

10) હવે ઘી ગોળવાળા મિશ્રણને ભાખરીના ચુરામાં ઉમેરી દો એની સાથે જ બાકીની બધી સામગ્રી ઉમેરી પહેલા ચમચીથી થોડું મિક્સ કરી લો પછી હાથથી સરસ રીતે મિક્સ કરો

11) સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી જરૂર પ્રમાણે બીજું થોડું ઘી ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લો

12) હવે જો તમારે આમાંથી લાડવા બનાવા છે તો હાથથી લાડવા પણ બનાવી શકો અને જો આ રીતનો મોલ્ડ ઉપયોગમાં લઈને લાડુ બનાવવા હોય તોપણ બનાવી શકો એના માટે મોલ્ડમાં પહેલા થોડું ઘી કે તેલ લગાવી દો પછી એમાં ખસખસ અને થોડા બદામ પિસ્તા નાખો જે ચૂરમું તૈયાર કર્યું છે એ દબાવીને આમાં ભરી દો

13) જે પણ વાસણમાં લાડવા બનાવીને મુકવા હોય ડાયરેક્ટ એમાં જ એને અનમોલ્ડ કરી દો તો આ રીતે ખુબ જ આસાનીથી તમે લાડવા તૈયાર કરી શકો છો

14) હવે આ લાડવા બનીને તૈયાર છે તમે આને ડબ્બામાં ભરીને ૧૫ – ૨૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video