એકવાર આ રીતે આ ગુજરાતી શાક બનાવશો તો ઘરમાં બધાને ભાવશે | Gujarai Style Moong Dal Subji

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર એક ગુજરાતી શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને ફક્ત 10 થી 12 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ શાકને તમે રોટલી પરોઠા કે પુરી ની સાથે સર્વ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : પ મિનિટ

બનાવવાનો સમય : 10 થી 12 મિનિટ

સર્વિંગ ૨ – ૩ વ્યક્તિ

સામગ્રી :

૧૦૦ ગ્રામ મગની મોગર દાળ

૧૫૦ ગ્રામ ગલકા

૪ ચમચી તેલ

૧/૨ ચમચી રાઈ

થોડું જીરુ

ચપટી હિંગ

૧/૨ ચમચી હળદર

૧.૫ ચમચી લાલ મરચું

૧/૨ ચમચી ધાણાજીરૂ

૧/૪ ચમચી ગરમ મસાલો

સમારેલી કોથમીર

૧/૨ કપ પાણી (કે જરૂર પ્રમાણે)

મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા મગની દાળને બેથી ત્રણ વાર પાણીથી ધોઈને ત્રણ કલાક માટે પલાળીને રાખવી

2) હવે ગલકા ને ધોઈને છોલી લો હવે એકદમ નાના ટુકડામાં સમારી લો

3) શાક બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખો રાઈ તતડે એટલે ગેસ ધીમો કરી એમાં જીરુ, સૂકું લાલ મરચું , હિંગ અને હળદર નાખો

4) જે દાળ પલાળીને રાખી હતી એનું પાણી નિતારીને આ દાળ તેલમાં નાખો એકવાર સરસ રીતે એને મિક્સ કરી લો

5) હવે આમાં ૧/૪ કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી મીડીયમ ગેસ પર ચડવા દો  વચ્ચે વચ્ચે હલાવતા રહેવું

6) દાળ ૪૦ થી ૫૦ ટકા ચડી જાય એ પછી એમાં સમારેલા ગલકા ઉમેરો હવે એને મિક્સ કરી એક મિનિટ ચડવા દો

7) ત્યારબાદ એમાં બીજું ૧/૪ કપ પાણી ઉમેરી મિક્સ કરી લો હવે આમાં મીઠું મરચું અને ધાણાજીરૂ ઉમેરી ઢાંકીને મીડીયમ ગેસ પર ચડવા દો

8) દાળ ચઢી જાય એટલે એમાં ગરમ મસાલો અને કોથમીર નાખો હવે આને ઢાંકવાની જરૂર નથી એને ખુલ્લુ જ એકાદ મિનિટ ચડવા દઇશું

9) આ રીતે તેલ ઉપર આવે અને દાળ અને ગલકા સરસ રીતે ચઢી જાય એટલે સમજવું કે શાક બનીને તૈયાર છે આને બનવામાં 10 થી 12 મિનિટ સમય લાગ્યો છે

10) હવે શાકને ઢાંકીને ૫ મિનીટ સીઝવા દો ૫ મિનીટ પછી એને સર્વ કરવું

11) હવે આ સરસ મજાનું ટેસ્ટી શાક સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video