એકવાર આ રીતે સેવપુરી બનાવીને જરૂર ટ્રાય કરજો | Sev Puri | Perfect Sev Puri Recipe | Street Food

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક ચટપટી અને ચટાકેદાર ચાટની રેસિપી આજે આપણે સેવપુરી બનાવીશું જો તમને ચટપટું ખાવાનું પસંદ હોય તો તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે આજે આપણે આ પૂરીમાં સોજી નો ઉપયોગ કરીશું જેથી આ હેલ્ધી પણ બનશે અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો ચાલો અને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારી કરવાનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ 2 વ્યક્તિ

સામગ્રી :

1 કપ સોજી

1 ચમચી મેંદો

ચપટી મીઠું

1 ચમચી તેલ

નવશેકું ગરમ પાણી (લોટ બાંધવા માટે)

તેલ પૂરી તળવા માટે

સેવપુરી બનાવવા માટે :

બાફેલા બટાકા

તીખી ચટણી

મીઠી ચટણી

લાલ ચટણી

બેસનની ઝીણી સેવ

સમારેલી કોથમીર

ચાટ માટેનો સ્પેશ્યલ મસાલો

ચાટ માટેનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે :

1/2 ચમચી ચાટ મસાલો

1 ચમચી કાશ્મીરી લાલ મરચું

1/2 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી ધાણાજીરૂ

ચપટી હળદર

ચપટી શેકેલા જીરાનો પાવડર

1 ચમચી ટમેટાનો પાવડર

ચપટી મરીનો પાવડર

સ્વાદ પ્રમાણે મીઠું

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં સોજી , મેંદો , મીઠું અને તેલ મિક્સ કરો

2) ત્યારબાદ તેમાં થોડો થોડો પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લો

3) લોટને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દો પછી એને મસળીને આ રીતે લુઆ કરીને એમાંથી પૂરી વણીને તૈયાર કરો

4) હવે પુરીને ગરમ તેલમાં મીડીયમ થી હાઈ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

5) જે પૂરી તૈયાર કરી છે એને કાણા પાડીને એક ડીશમાં લઈ લો

6) હવે એમાં બાફેલા બટાકા , ચાટ નો સ્પેશિયલ મસાલો , બધી ચટણી ,સેવ અને કોથમીર નાંખો ( જે લોકો ડુંગળી ખાતા હોય એ ઝીણી સમારેલી ડુંગળી પણ આમાં નાખી શકે )

7) હવે આ સરસ મજાની ટેસ્ટી અને ચટાકેદાર સેવ પૂરી કરવા માટે તૈયાર છે

Watch This Recipe on Video