દિવાળી પર બનાવો બોમ્બે નો ફેમસ કરાચી હલવો | Karachi Halwa | Bombay Karachi Halwa | Corn Flour Halwa

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બોમ્બે નો ફેમસ કરાચી હલવો આને કરાચી હલવો , રબ્બર હલવો કે કોર્ન ફ્લોર હલવો પણ કહેતા હોય છે જેવો આપણે માર્કેટમાંથી આ હલવો લાવીએ છીએ એવો જ ઘરે બનાવો ખૂબ જ સરળ છે એને પરફેક્ટ બનાવવા માટે એનું માપ અને એની અમુક ટિપ્સ નું ખાસ ધ્યાન રાખવાનું છે જે હું તમને રેસીપી દરમિયાન જણાવી દઈશ તો ચાલો આ હલવો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 2530 મિનિટ

સર્વિંગ : 9 પીસ

સામગ્રી :

1/2 કપ કોન ફ્લોર

1 કપ પાણી

1 કપ ખાંડ

3/4 કપ પાણી (ચાસણી માટે )

ઓરેન્જ ફૂડ કલર

થોડા સમારેલા ડ્રાય ફ્રુટ

2 – 3 ચમચી ચોખ્ખું ઘી

થોડો ઈલાઈચી પાવડર

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં કોર્નફલોર અને પાણીને સરસ રીતે મિક્સ કરી લો પાણી ધીરે-ધીરે ઉમેરતા જવું જેથી આમાં ગઠ્ઠા ના પડે

2) હવે કડાઈમાં ખાંડ અને પાણી ઉમેરી એને ગરમ થવા માટે મૂકો આમાં કોઈ તારની ચાસણી નથી બનાવવાની ફક્ત ખાંડ ઓગળી ત્યાં સુધી જ આને ઉકાળો ખાંડ ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી બનાવેલું કોન ફ્લોર નો મિશ્રણ આમાં નાખો

3) હવે આને સ્લો થી મીડીયમ ગેસ ઉપર સતત હલાવતા જાવ ધીરે-ધીરે આનું ટ્રાન્સપરન્ટ ટેક્ષ્ચર આવતું જશે

4) હલવાનું આ રીતે ટેક્ષ્ચર આવે એટલે આમાં એક ચમચી ઘી નાખીને સરસ રીતે મિક્સ કરી લો

5) લગભગ 20 મિનિટ પછી હવે આમાં તમારો મનગમતો ફૂડ કલર નાખો સરસ રીતે એને હલાવતા જાવ આ હલવો ઓરેન્જ , પીળો ,લાલ , લીલો એવા કલરમાં મળતો હોય છે

6) કલર સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી એમાં સમારેલું ડ્રાયફ્રૂટ અને થોડો ઈલાયચી પાવડર ઉમેરો અને મિક્સ કરી લો લગભગ 25 મિનિટ પછી હલવાનું આવું ટેક્ષ્ચર આવી ગયું હશે

7) આવું ટેક્ષ્ચર આવે એટલે એમાં ઘી ઉમેરી મિક્ષ કરી પછી ગેસ બંધ કરી દેવો

8) હવે આ હલવાને ઠારવા માટે કોઈ થાળી કે મોલ્ડ માં ઘી લગાવી દો ત્યારબાદ બનાવેલું હલવા નું મિશ્રણ એમાં નાખો એને લેવલમાં કરીને એના ઉપર ફરીથી થોડું સમારેલું ડ્રાયફ્રુટ નાખો ચમચીની મદદથી એને દબાવી દો હવે આ હલવાને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દો ( બહાર જ રાખવાનો છે)

9) હલવો રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી મોલ્ડમાંથી પહેલા એની કિનારી અલગ કરી હલવાને ડીશમાં કાઢી લો હવે એને મનગમતા શેપમાં કે સાઇઝમાં કટ કરી લો

10) હવે આ સરસ મજાનો કરાચી હલવો સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video