આ દિવાળી પર બનાવો માર્કેટ કરતા સરસ મિક્ષ ડ્રાયફ્રુટ મુખવાસ | Mix Dry Fruit Mukhvas | Mukhwas Recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દિવાળી માટે સ્પેશિયલ મીક્ષ ડ્રાયફ્રુટ મુખવાસ માર્કેટમાં ઘણા બધા અલગ અલગ જાતના મુખવાસ મળતા હોય છે માર્કેટ કરતા સરસ અને ચોખ્ખો મુખવાસ તમે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ.

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ :  450 ગ્રામ મુખવાસ

સામગ્રી :

ચોખ્ખું ઘી

150 ગ્રામ કાજુ

150 ગ્રામ બદામ

150 ગ્રામ પિસ્તા

1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર

1/2 ચમચી આમચૂર પાઉડર

1/4 ચમચી કાળા મરીનો પાવડર

1/2 ચમચી ઓલ ઇન વન મસાલો કે ચાટ મસાલો

ચપટી સંચળ

રીત :

1) પહેલા એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકીએ ઘી ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા કાજૂને તળી લઈશું

2) આને ધીમા ધીમા મધ્યમ ગેસ પર લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે આ રીતનો કલર આવે એટલે કાઢીને એક વાટકામાં લઈ લઈશું

3) આજ રીતે બદામ અને પીસ્તા ને આપણે તળીને તૈયાર કરી લઈશું

4) ત્રણે ડ્રાયફ્રુટ નીકળીને આપણે એક જ વાટકામાં કાઢવાના છે પેપર નેપકીન ઉપર નથી કાઢવાના એકવાર અને મિક્સ કરી લો

5) હવે આ નવશેકા ગરમ હોય ત્યારે જ તેમાં બધા મસાલા કરીને મિક્સ કરી લો આમચૂર પાવડર માં અને all-in-one મસાલામાં મીઠાનું પ્રમાણ હોય એટલે સંચળ સાચવીને નાખવું

6) હવે આ મુખવાસ બનીને તૈયાર છે જ્યારે એકદમ ઠંડો થઈ જાય ત્યારે તમે એને બરણીમાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video