આ રીતે હલવો બનાવશો તો સરસ સુકાઈને તૈયાર થશે|બોમ્બે આઈસ હલવો બનાવાની પરફેક્ટ રીત | Bombay Ice Halwa

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બોમ્બેનો આઈસ હલવો , આ હલવો ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતો હોય છે જેવો માર્કેટમાંથી આઈસ હલવો લાવીએ છીએ એવો જ ઘરે બનાવો સરળ તો છે જ સાથે થોડો ટ્રીકી પણ છે એને પરફેક્ટ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 -20 મિનિટ

સર્વિંગ : 250 – 300 ગ્રામ હલવો

સામગ્રી :

4 – 5 ચમચી ચોખ્ખું ઘી

1/4 કપ ઝીણો સોજી

1/4 કપ મેંદો

1 કપ મિલ્ક પાવડર

3/4 કપ ખાંડ

1/2 કપ પાણી

પાણીમાં પલાળેલુ કેસર

થોડો ઈલાયચી પાવડર

સમારેલા બદામ પિસ્તા

રીત :

1) સૌથી પહેલા એક નોન સ્ટીક ની કે જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સોજી નાખો સોજી ને ધીમા થી મીડીયમ ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ માટે શેકી લો

2) સોજીનો થોડો કલર ચેન્જ થાય અને એમાંથી સુગંધ આવવાની શરૂ થાય એટલે એમાં મેંદો નાખો હવે ગેસ ધીમો કરીને મેંદાને સરસ રીતે સોજી માં મિક્સ કરી લો એ થોડું મિક્સ થાય એટલે ફરીથી એમાં એક ચમચી ઘી નાખો

3) બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં મિલ્ક પાવડર નાખો અને 1 ચમચી ઘી નાખી સરસ રીતે મિક્ષ કરતા જાવ આને મિક્સ કરવામાં લગભગ ૨ થી ૩ મિનિટ જેવો સમય લાગે છે હવે અને સાઈડ માં મૂકી દઈશું

4) એક કડાઈ કે ફ્રાઈપેન લઈને એમાં ખાંડ ની ચાસણી બનાવી લો ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી મિક્સ કરીને મીડીયમ ગેસ ઉપર ગરમ થવા માટે મુકીશું આના માટે આપણે એક તારની ચાસણી બનાવવાની છે તો ૫ થી ૬ મીનીટ પછી આમાંથી એક ટીપુ લઈ એને ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે આંગળી અને અંગૂઠાની વચ્ચે આ રીતે તાર ચેક કરો આ રીતે એક તાર બનવો જોઈએ હવે ગેસ બંધ કરી દેવાનો છે

5) ગેસ બંધ કરીને જે સોજી નું મિશ્રણ હતું એને આમાં નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું મિશ્રણ સરસ આ રીતે લચકા પડતું હોવું જોઈએ જો ચાસણી વધારે કડક થઈ ગઈ હશે તો મિશ્રણ કોરું થઈ જશે એટલે ચાસણી માં ખાસ ધ્યાન રાખવું

6) બધું સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આમાં થોડું મિશ્રણ બીજી કડાઈમાં લઈ લઈશું અને એમાં પલાળેલું કેસર નાખીને ધીમા ગેસ ઉપર ૨૦ થી ૩૦ સેકંડ માટે લઈશું આમાં થોડો ઈલાયચી પાવડર નાખી દો મિશ્રણ લચકા પડતું થાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે એને વધારે કઠણ નથી કરવાનો

7) જે સફેદ મિશ્રણ છે એમાં પણ થોડો ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરી લઈશું આના માટે ગેસ ચાલુ કરવાની જરૂર નથી હવે આ બંન્ને મિશ્રણને થોડા ઠંડા થાય ત્યાં સુધી રહેવા દઇશું

8) મિશ્રણ નવશેકું થાય એટલે એને એક વાર મસળીને ગોળા જેવું બનાવી લઈશું અને બટર પેપર માં મૂકીને એને વણી લઈશું હલવો એકસરખો વણાવો જોઈએ એ ક્યાંથી જાડો કે પાતળો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું

9) હલવો આ રીતે વણાઈ જાય એટલે એના ઉપર થોડો ઇલાઇચી પાવડર અને સમારેલા બદામ પિસ્તા નાખીશું અને ફરીથી એને વણી લઈશું જેથી બદામ પિસ્તા એના પર સરસ રીતે ચોંટી જાય આજ પ્રોસેસ આપણે બીજા હલવા ઉપર કરવાની છે

10) આ રીતે બંને હલવા તૈયાર થઈ જાય ત્યારબાદ એની વધારાની કિનારી કટ કરવા માટે આપણે નિશાન લગાવી દઈશું અને જે સાઈઝના હલવાના પીસ કરવાના હોય એના માટે પણ નિશાન લગાવી દઈશું અને હલવાને 7 થી 8 કલાક માટે સૂકાવા માટે રાખવાનો છે આને બહાર જ સુકાવા દેવાનો છે

11) 7 થી 8 કલાક પછી હલવો સરસ રીતે સુકાઈ જાય એટલે પહેલા એની કિનારી અલગ કરી દઈશું અને પછી આપણે નિશાન લગાવ્યું છે ત્યાં થી હલવાને ચોરસ શેપમાં કટ કરીને લઈ લઈશું તો આ રીતે સાદો અને કેસર હલવો બનીને તૈયાર થઇ જશે

12) આ હલવો જો પરફેક્ટ ટીપ્સ સાથે બનાવશો અને માપ નું ધ્યાન રાખશો તો સરસ આ રીતે 7 થી 8 કલાકમાં જ તૈયાર થઇ જશે

13) હવે આ બોમ્બેનો આઈસ હલવો બનીને તૈયાર છે તમારે જો કોઈને આ હલવો ગિફ્ટ કરવો હોય તો આની સાઈઝ ના બટર પેપર કટ કરીને એના ઉપર હલવો મૂકી દેવાનો અને જે રીતે માર્કેટમાંથી પેક કરેલો હલવો આવે છે એ રીતે પેક કરીને તમે ગિફ્ટ પણ કરી શકો છો

Watch This Recipe on Video