ફરસાણ ની દુકાને મળે એવા મેથી ના ગોટા બનાવાની પરફેક્ટ રીત | Methi na Gota | Methi Na Bhajia | Pakora

આજે આપણે બનાવીશું ફરસાણ ની દુકાને મળે એવા મેથીના ગોટા , મેથીના ગોટા આપણે જનરલી બનાવતાં જ હોઈએ છીએ પણ જેવા ફરસાણ વાળાના ત્યાં કે લારી પર મેથીના ગોટા મળે છે એનો ટેસ્ટ અને તેક્ષ્ચર ઘર ના ગોટા કરતા અલગ હોય છે તો ચાલો એવા જ સરસ મેથીના ગોટા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 15 20 મિનિટ

બનાવવાનો સમય : 15 – 20 મિનિટ

સર્વિંગ :  4 – 5 વ્યક્તિ

સામગ્રી :

400 ગ્રામ બેસન

50 ગ્રામ કરકરુ બેસન

50 ગ્રામ સોજી

80 – 90 ગ્રામ ખાંડ

4 – 5 સમારેલા તીખા મરચા

1/2 વાટકી સમારેલી કોથમીર

1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું

250 ગ્રામ ઝીણી સમારેલી મેથી

1 ચમચી અધકચરા વાટેલા મરી

1 ચમચી વાટેલા સૂકા ધાણા

1/2 ચમચી ખાવાનો સોડા

પાણી (આશરે 1.5 કપ કે જરૂર પ્રમાણે)

4 ચમચી ગરમ તેલ (ખીરામાં નાખવા માટે)

તેલ ગોટા તળવા માટે

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં બંને બેસન , સોજી , ખાંડ , લીલા મરચાં , મરી અને સૂકા ધાણા નાખીને એકવાર મિક્સ કરી લો

2) હવે એમાં જરૂર પ્રમાણે પાણી નાખતા જઈને આનું ઘટ્ટ ખીરું બનાવીને તૈયાર કરેલો

3) ત્યારબાદ તેમાં મીઠું , કોથમીર અને મેથી નાંખીને મિક્સ કરી લો

4) આ રીતે ખીરું તૈયાર થાય ત્યારબાદ તેમાં ખાવાનો સોડા નાખો અને એના ઉપર ગરમ કરેલું તેલ 2 ચમચી નાખો અને મિક્સ કરી લો ફરીથી એમાં 2 ચમચી ગરમ નાખી મિક્સ કરો ખીરું વધારે પાતળું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું

5) હવે ગરમ તેલમાં મીડીયમ સાઇઝના ગોટા બનાવીને તૈયાર કરો ગોટા મૂકતા હોઈએ ત્યારે ગેસ ધીમો રાખો અને ગોટા મુકાઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડીયમ થી ફાસ્ટ કરીને ગોટાને લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા ગોટાને વધારે ડાર્ક કલરના નથી તળવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવું

6) હવે આ ગરમા ગરમ ગોટા બનીને તૈયાર છે તમે આને ચટણી , દહીં કે તળેલા મરચાની સાથે સર્વ કરી શકો

Watch This Recipe on Video