હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પંચ દાળ તડકા જેને પંચ મેળ દાળ કે મિક્ષ દાળ પણ કહેતા હોય છે આમાં પાંચ દાળનું કોમ્બિનેશન કરવામાં આવે છે જેનાથી આ દાળ નોર્મલ દાળ કરતા ખુબ જ ટેસ્ટી અને અને હેલ્ધી બને છે અને તમે આને રોટલી , પરોઠા સાદા ભાત કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 – 10 મિનિટ
બનાવવાનો સમય : 15 મિનિટ
સર્વિંગ : 4 – 5 વ્યક્તિ
દાળ બાફવા માટેની સામગ્રી :
1/2 કપ મિક્સ દાળ (અડદ , તુવેર , મગ ની , મસૂરની અને ચણાની દાળ)
પાણી જરૂર પ્રમાણે
મીઠું
હળદર
1 ચમચી તેલ
દાળ બનાવવા માટેની સામગ્રી :
બાફેલી દાળ
પાણી જરૂર પ્રમાણે
1 મોટો છીણેલું ટામેટુ
1 સમારેલું મરચું
1 ચમચી તેલ
1 ચમચી
જીરૂ
1/2 ચમચી હળદર
2 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરૂ
1/2 ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
થોડી સમારેલી કોથમીર
ચપટી કસૂરી મેથીનો પાવડર
લીંબુ નો રસ
વઘાર માટેની સામગ્રી :
1 ચમચી ઘી
ચપટી જીરું
1 સૂકું લાલ મરચું
ચપટી હિંગ
1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
રીત :
1) સૌથી પહેલા આ રીતે મિક્ષ દાળ મોલ માં મળતી હોય છે એ આપણે લઈને બે થી ત્રણ વાર પાણીથી ધોઈને એક કલાક માટે પલાળી ને રાખીશું આ દાળ આ રીતે ઘરે પણ મિક્સ કરી શકો છો એને મિક્સ કરવી હોય તો જે પાંચ પ્રકારની દાળ મેં જણાવી છે એ તમે મિક્ષ કરીને ઉપયોગમાં લઇ શકો છો અને તમારી પસંદ પ્રમાણે ની દાળ ઓછી વધતી કે નથી નાખવી તો સ્કિપ કરીને પણ આ દાળ બનાવી શકો છો હવે એને કુકરમાં લઈને એમાં થોડું પાણી ઉમેરી દઈશું

2) કુકરમાં જ હળદર , મીઠું અને તેલ નાખીશું અને ઢાંકણ બંધ કરીને મીડીયમ ગેસ ઉપર આની ત્રણ થી ચાર સીટી કરી લઈશું

3) ચાર સીટી પછી કૂકર ઠંડું થઇ જાય એટલે ઢાંકણ ખોલીને દાળને વ્હીસ્કર ની મદદથી થોડી વલોવી લઈશું એને એકદમ નથી ઝેરવાની

4) હવે દાળ બનાવવા માટે કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા માટે મુકીશું એ ગરમ થાય એટલે એમાં જીરું નાખીશું જીરૂ તતડી જાય એટલે ગેસ ધીમો કરીને એમાં લીલુ મરચુ નાખો જો તમારે લસણ નાખવું હોય તો પણ અત્યારે નાખી શકો છો અને જો તમારે ડુંગળી નાખવી હોય તો ૧ ઝીણી સમારેલી ડુંગળી નાખી શકો છો અને ડુંગળી સંતળાઈ જાય એ પછી તેમાં છીણેલું ટામેટું નાખો અત્યારે મેં લસણ ડુંગળી નો ઉપયોગ નથી કર્યો એટલે ડાયરેક્ટ આપણે મરચા સંભળાય એ પછી આમાં છીણેલું ટામેટું નાંખીશું અને બધા મસાલામાં કરીને અને એકવાર મિક્સ કરી લઈશું

5) હવે અને મીડીયમ ગેસ ઉપર ત્રણ થી ચાર મિનિટ કે ટામેટા અને મસાલા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી તેને ચઢવા દેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા રહી શું આ રીતે તેલ છૂટું પડતું લાગે ત્યારે એમાં થોડી સમારેલી કોથમીર અને કસૂરી મેથીનો પાવડર નાખીને મિક્સ કરી લઈશું કસૂરી મેથીનો પાવડર બનાવવા માટે કસૂરી મેથી ને જ મિક્સરમાં દળીને તૈયાર કરી લેવાની છે

6) બધું સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી એમાં આપણે બાફેલી દાળ નાખીશું સાથે જ એક કપ જેટલું પાણી નાખી દઇશુ અને સરસ રીતે મિક્સ કરી લઈશું દાળને મીડીયમ થી ફાસ્ટ ગેસ પર આપણે ઉકળવા દેવાની છે

7) તો ત્રણ-ચાર મિનિટ માટે એને ઢાંકીને રાખીશું ત્યારબાદ તેને ખુલ્લી જ એકથી બે મિનિટ માટે ઉકળવા દઈશું દાળ સરસ રીતે ઉકળી જાય એ પછી ગેસ બંધ કરીને આમાં લીંબુનો રસ નાખી દઇશુ

8) દાળ થોડી સીઝે એટલે ની આ રીત ની થીકનેસ આવી જાય એટલે દાળ તમને જેવી જાળી પાતળી પસંદ હોય એ પ્રમાણેની તમે રાખી શકો છો દાળને તમારે આ રીતે સર્વ કરવી હોય તો પણ કરી શકો પણ અત્યારે આપણે પંચ દાલ તડકા બનાવીએ છીએ તો આનો એક વઘાર તૈયાર કરીશું

9) વઘાર તૈયાર કરવા માટે એક નાની કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકીએ ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું એક સૂકું લાલ મરચું અને હિંગ નાખીને ગેસ બંધ કરી દઈશું અને આ વઘારમાં હવે કાશ્મીરી લાલ મરચું નાખીને મિક્સ કરીને તરત જ આ વઘાર આપણે દાળની ઉપર ઉમેરી લઈએ જો તમારે આમાં વાટેલું લસણ નાખવું હોય તો પણ નાખી શકો છો લાલ મરચું બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો વઘાર નો ટેસ્ટ દાળમાં સારો નહીં આવે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે થોડી સમારેલી કોથમીર આના ઉપર નાખીશું

10) તો હવે આ સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધી પંચ દાલ તડકા સર્વિંગ માટે તૈયાર છે
