એકવાર આ સેન્ડવીચ બનાવીને જરૂર ટ્રાય કરજો | Dabeli Sandwich | Sandwich Recipe | Sandwich Banavani Rit

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાબેલી સેન્ડવીચ આ સેન્ડવીચ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ઘરમાં નાના થી લઈને મોટા દરેક ને પસંદ આવે એવી હોય છે તમે આને સાંજના નાસ્તામાં કે બાળકોને લંચબોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 10 થી 12 મિનીટ

સર્વિંગ : 6 સેન્ડવીચ

સામગ્રી :

સ્ટફિંગ બનાવવા માટે :

200 ગ્રામ બાફેલા બટાકાનો માવો

2 – 3 ચમચી તેલ

ચપટી હિંગ

1 – 2 ચમચી દાબેલીનો મસાલો

દાબેલી સેન્ડવીચ બનાવવા માટે :

કિનારી કાપેલી બ્રેડ

બટર

લીલી ચટણી

બનાવેલું સ્ટફિંગ

મસાલા સીંગ

બેસનની ઝીણી સેવ

ચીઝ

કોથમીર

ટોમેટો કેચપ

રીત :

1) સૌથી પહેલા એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાંખી ગેસ ધીમો કરી બટાકાનો માવો એમાં ઉમેરી એકવાર મિક્સ કરી લો (જે લોકો જૈન હોય એ બટાકા ના બદલે કાચા કેળા બાફીને ઉપયોગમાં લઇ શકે છે)

2) તેલમાં આ રીતે સરસ બટાકાનો માવો મિક્સ થઈ જાય એ પછી એમાં દાબેલી નો મસાલો ઉમેરી ધીમા ગેસ ઉપર એને સરસ રીતે મિક્સ કરી લો દાબેલીનો મસાલો તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો દાબેલી મસાલા માં બધા મસાલા એડ કરેલા હોય એટલે ઉપરથી કોઇ જ મસાલા ઉમેરવાની જરૂર નથી પડતી

3) મસાલો આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આ મસાલાને એક વાટકીમાં કાઢી લેવાનો છે

4) હવે સેન્ડવીચ બનાવવા માટેની બધી સામગ્રી પહેલાં તૈયાર કરી દેવી

5) એક બ્રેડ ઉપર બટર લગાવીશું અને બીજી બ્રેડ ઉપર તીખી ચટણી લગાવવાની છે ચટણી વધારે પાતળી નથી કરવાની હવે જે બ્રેડ ઉપર આપણે બટર લગાવ્યું છે એના ઉપર બનાવેલું સ્ટફિંગ લગાવીશું

6) હવે સ્ટફિંગ ની ઉપર મસાલા સીંગ સેવ અને ટોમેટો કેચપ નાખીશું જે લોકો ડુંગળી ખાતા હોય એ ડુંગળી પણ આના ઉપર ઝીણી સમારીને નાખી શકે છે હવે બીજી બ્રેડ આપણે તૈયાર કરીને રાખી છે એ આના ઉપર મૂકીને હલકા હાથે અને દબાવી લઈશું સેન્ડવીચ ના ઉપર ના ભાગ ઉપર પણ થોડું બટર લગાવી દઈએ

7) આજ રીતે બીજી સેન્ડવીચ તૈયાર કરવાની છે અને એના ઉપર છેલ્લે થોડુ છીણેલું ચીઝ નાખવાનું છે હવે આ બંને સેન્ડવીચ ને  ગ્રીલ કરી લઈશું જો તમારી પાસે ગ્રીલ પેન નથી તો તમે આને સેન્ડવીચ ટોસ્ટરમાં પણ ટોસ્ટ કરી શકો છો કે તવી ઉપર પણ શેકી શકો છો

8) આ રીતે સેન્ડવીચ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે એને બહાર લઈને બે ભાગમાં કટ કરી લઈશું હવે સેન્ડવીચ ને સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ અને તીખી ચટણી સાથે સર્વ કરીશું સેન્ડવીચ ની ઉપર તમારે ફરીથી થોડું ઝીણેલું ચીઝ અને કોથમીર નાખી હોય તો પણ નાખી શકો છો

9) તો હવે આ સરસ મજાની ટેસ્ટી દાબેલી સેન્ડવીચ બનીને તૈયાર છે

Watch This Recipe on Video