એકવાર આ મિઠાઇ બનાવશો તો બાકીની બધી મિઠાઇ ભૂલી જશો | Gajar ni Barfi | Gajar ki Barfi | Carrot Barfi

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાજર ની બરફી આ બરફી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતી હોય છે અને ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવી બને છે આમાં ગાજર , દૂધ અને મિલ્ક પાવડર નું કોમ્બિનેશન થવાથી આનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે સાથે જ તમે આને બનાવીને બહાર ત્રણ થી ચાર દિવસ અને જો ફ્રિઝમાં રાખો તો 15 થી 20 દિવસ સારી રહે છે તો ચાલો અને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 15 મિનિટ

બનાવવાનો સમય : 30 મિનિટ

સર્વિંગ : 700 – 800 ગ્રામ બરફી

સામગ્રી :

1 કિલો ગાજર

500 મિલી દૂધ

125 ગ્રામ ખાંડ

150 ગ્રામ મિલ્ક પાવડર

3 ચમચી ઘી

ચાંદીનો વરખ (optional)

રીત :

1) સૌથી પહેલાં ગાજરને છોલીને છીણીને તૈયાર કરી લેવા

2) હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થઇ જાય એટલે તેમાં છીણેલા ગાજર નાખી એને મીડીયમ ગેસ પર આઠ થી દસ મિનિટ સુધી શેકી લો

3) હવે એમાં દૂધ નાખો અને ફાસ્ટ ગેસ ઉપર દૂધ ૮૦ ટકા જેટલું બળે ત્યાં સુધી ઉકળવા દો

4) આ સમયે આમાં ખાંડ નાખો અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી એને ચડવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું

5) ખાંડનું પાણી બળી જાય એ પછી આમાં મિલ્ક પાવડર નાખો અને સરસ રીતે એને મિક્ષ કરી લો

6) છેલ્લે ઈલાયચી પાવડર નાખો ગાજર ના હલવા કરતાં પણ આ મિશ્રણને થોડું વધારે કઠણ થાય ત્યાં સુધી એને શેકવાનું છે મિશ્રણ આ રીતે કઠણ થઈ જાય એટલે ગેસ બંધ કરીને સતત એને પાંચ થી દસ મિનિટ હલાવતા રહેવું જેથી એમાંથી વરાળ નીકળી જાય

7) હવે આને પાથરવા માટે કોઈ મોલ્ડમાં કે થાળીમાં ઘી લગાવી દો પછી બનાવેલુ મિશ્રણમાં એમાં લઈ સરસ રીતે એને પાથરી દો એના ઉપર ચાંદીનો વરખ લગાવો વરખ ના લગાવવું હોય તો તમે બદામ પિસ્તા થી પણ આને ડેકોરેટ કરી શકો છો

8) જ્યારે બરફી રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારે તમારે જે પણ સાઈઝના બરફી ના પીસ કરવા હોય એ પ્રમાણે આના ઉપર નિશાન કરી દેવાના ત્યારબાદ બરફીને બે થી ત્રણ કલાક માટે ઠંડી થવા દઈશું

9) હવે આ સરસ મજાની ગાજરની બરફી બનીને તૈયાર છે

Watch This Recipe on Video