સરસૌનું શાક બનાવાની પરફેક્ટ રીત | સરસ ફૂલેલી મકાઇની રોટી | Sarson ka Saag | Makke di Roti

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એક ફેમસ પંજાબી ડીશ જેનું નામ છે “ સરસો દા શાક મક્કે દી રોટી “ આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે સાથે ખૂબ જ હેલ્ધી છે શિયાળા દરમિયાન ભાજી ખુબ જ સરસ મળતી હોય છે તો અત્યારે આ ડીશ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો રેસ્ટોરન્ટ કરતા પણ સરસ આ ડિશ ઘરે કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 2025 મિનિટ

બનાવવાનો સમય : 30 – 40 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

શાક બનાવવા માટે :

500 ગ્રામ સરસો ની ભાજી

500 ગ્રામ પાલક ની ભાજી

4 – 5 તીખા લીલા મરચાં

એક નાનો આદુનો ટુકડો

8 – 10 કળી લસણ (નાખવું હોય તો)

1 ડુંગળી (જો નાખવી હોય તો)

2 સમારેલા ટામેટા

મીઠું સ્વાદ પ્રમાણે

2 ચમચી લાલ મરચું

૩ ચમચી ચોખ્ખું ઘી

મકાઈની રોટલી બનાવવા માટે :

2 કપ મકાઈનો લોટ

1/3 કપ ઘઉંનો ઝીણો લોટ

મીઠું સ્વાદ પ્રમાણે

2 ચમચી તેલ

નવશેકું ગરમ પાણી

ઘી કે માખણ

રીત :

1) આ શાક બનાવવા માટે આપણને સરસો ની ભાજી અને પાલકની ભાજી જોઇશે બન્ને અત્યારે આપણે સરખી માત્રામાં લઈશું

2) બંને ભાજીને સરસ સાફ કરી લેવી હવે એને ધોઈને ઝીણી સમારી લો હવે કુકરમાં ધોઈને રાખેલી ભાજી , લીલા મરચા , આદુ , મીઠું અને દોઢ કપ પાણી ઉમેરીને મીડીયમ ગેસ ઉપર એની ચાર થી પાંચ વ્હીસલ કરી લો

3) લોટ બાંધવા માટે એક વાસણમાં મકાઈનો લોટ , ઘઉંનો લોટ , મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો હવે નવશેકા ગરમ પાણીથી આનો પરોઠા જેવો લોટ બાંધી ને તૈયાર કરો લોટને ઢાંકીને થોડીવાર રહેવા દો

4) જે ભાજી બાફવા મૂકી હતી એને કુકર ખોલીને ઝરણી ની મદદથી ઝેરી લો હવે એમાં ચાર થી પાંચ ચમચી જેટલો મકાઈનો લોટ કે ચણાનો લોટ નાખીને સરસ રીતે મિક્સ કરી લો આને મિક્સ કરવા માટે મિક્સર કે બ્લેન્ડરનો ઉપયોગ ના કરવો આ રીતે સરસ મિક્સ થઈ જવું જોઈએ જો મિશ્રણ પાતળું લાગે તો એકાદ ચમચી લોટ હજુ પણ ઉમેરી શકો છો આને ધીમા તાપ ઉપર ચાર થી પાંચ મિનિટ માટે ઉકળવા મુકો

5) કઢાઇમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સમારેલું લીલું મરચું અને સમારેલા ટામેટા ઉમેરીશું અને એને એકાદ મિનીટ કે ટામેટા પોચા  થાય ત્યાં સુધી સાંતળી લો

6) હવે એમાં બાફેલી ભાજી અને લાલ મરચું નાખી સરસ રીતે મિક્સ કરી લો હવે આને મીડીયમ ગેસ ઉપર પંદર થી વીસ મિનિટ માટે ચડવા દો વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું

7) પંદર થી વીસ મિનિટ પછી શાકમાં સરસ આ રીતે ઘી ઉપર આવી જાય અને શાક સરસ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો

8) મકાઈની રોટલી બનાવવા માટે જે લોટ આપણે બાંધીને રાખ્યો છે એમાંથી એક લૂઓ બનાવી લો આને વણવા માટે આપણે બે પ્લાસ્ટીક લઈશું તો વણતા પહેલાં પ્લાસ્ટિક ઉપર થોડું થોડું તેલ લગાવી દો પછી બે પ્લાસ્ટિક ની વચ્ચે આ રીતે લુઓ મુકી અને વણી લો આને વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું ગણવાનું છે

9) હવે એક તવી ગરમ કરવા માટે મૂકો તવી ગરમ થાય એટલે રોટીને પહેલા ધીમા ગેસ પર શેકો એક બાજુ શેકાઈ જાય પછી એને ફેરવીને મીડીયમ ગેસ પર શેકો પાછળની બાજુ સરસ શેકાઈ જાય પછી એને ગેસ ઉપર ફુલકા રોટીની જેમ ફુલાવી લો

10) હવે આજ રોટીને જો તમારે માટીની તવીમાં શેકવી હોય તો પણ તમે આ જ પ્રોસેસ થી શેકી શકો છો અને જો તમારે ગેસ ઉપર ના ફૂલાવવી હોય તો તમે પણ તવી માં પણ ફુલાવી શકો છો ગરમ-ગરમ રોટલી ઉપર તરત જ ચોખ્ખું ઘી કે માખણ લગાવી દઈશું

11) હવે આ સરસ મજાનું ટેસ્ટી અને હેલ્ધી સરસો નું શાક – મકાઈની રોટી બનીને તૈયાર છે જેને આપણે છાસ , અથાણું અને લીંબુની સાથે સર્વ કરીશું

Watch This Recipe on Video