હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રવા ઢોસા જેને સોજી ના ઢોસા પણ કહે છે આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે આ ક્રિસ્પી બને છે સાથે જ બનાવવામાં ખુબ જ ઓછો સમય લાગે છે તો ચાલો અને કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 – 10 મિનિટ
બનાવવાનો સમય : 10 – 15 મિનિટ
સર્વિંગ : 10 – 12 ઢોસા
સામગ્રી :
1/2 કપ સોજી
1/2 કપ ચોખાનો લોટ
1/4 કપ મેંદો
થોડું જીરું
મીઠું સ્વાદ પ્રમાણે
2 – 3 સમારેલા લીલા મરચા
સમારેલી કોથમીર
સમારેલા મીઠા લીમડાનાં પાન
તેલ જરૂર પ્રમાણે
પાણી 4 કપ જેટલું
રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં બધી વસ્તુ મિક્સ કરી દો હવે એમાં 3 કપ પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરો આમાં સહેજ પણ ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવું

2) આ રીતે મિક્સ થઈ જાય એ પછી એને દસ મિનિટ માટે રહેવા દો દસ મિનિટ પછી તમે જોશો તો મિશ્રણ થોડું ઘટ્ટ થઈ ગયું હશે

3) આમાં ફરીથી 1 કપ પાણી ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું આ નું મિશ્રણ છાશ જેવું રાખવાનું છે

4) હવે એક તવી ગરમ કરવા માટે મૂકો તવી એકદમ સરસ ગરમ થાય પછી ઢોસા બનાવવા વાટકીની મદદથી ખીરાને સરસ હલાવી લો અને પછી વાટકી થી આ રીતે ખીરું નાખતા જઈ ઢોસો તૈયાર કરવો

5) હવે આને મીડીયમ ગેસ ઉપર શેકવાનું છે ઉપરનું લેયર થોડું કોરું લાગે એ પછી એમાં તેલ નાખો આ ઢોસાને શેકાતા થોડો વધારે સમય લાગે છે આ રીતે જાળીમાં તમને ગોલ્ડન બ્રાઉન કલર દેખાય એ પછી ઢોસાને ફેરવો અને બીજી બાજુ પણ સરસ તેને શેકી લેવો

6) તો હવે આ સરસ મજાના રવા ઢોસા બનીને તૈયાર છે અને તમે ચટણી કે સાંભરની સાથે સર્વ કરી શકો છો
