એકવાર આ રીતે વડા બનાવીને જોજો બીજા બધા વડા ભૂલી જશો | Multigarain Vada | Vada Recipe | Vada Banavani Rit

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મલ્ટીગ્રેન વડા , જનરલી આપણે બાજરીના , મકાઈના , જુવારના એવા વડા તો બનાવતા હોઈએ છીએ પણ આજે આ વડા બનાવવા માટે મેં ચાર થી પાંચ જાતના લોટનો ઉપયોગ કર્યો છે જેથી આ વડા ટેસ્ટી તો બને જ છે સાથે હેલ્ધી પણ ખૂબ જ છે આને તમે બનાવીને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો આ વડા લંચ બોક્સ માટે કે ક્યાંય પ્રવાસ દરમિયાન લઈ જવા હોય તો પણ ખૂબ જ ઉપયોગી રહે છે તો ચાલો અને કેવી રીતે બનાવવા જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 20 – 30 મિનિટ

સામગ્રી :

1 કપ મકાઈનો લોટ

1 કપ જુવારનો લોટ

1 કપ બાજરીનો લોટ

1/2 કપ ઘઉંનો લોટ

1/4 કપ ચણાનો લોટ

મીઠું સ્વાદ પ્રમાણે

3 ચમચી તલ

2 – 3 ચમચી તેલ

2 ચમચી ખાંડ

1 ચમચી લાલ મરચું

1/2 ચમચી હળદર

1/4 ચમચી અજમો

2 ચમચી ફાટેલા આદુ મરચા

છાશ જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલાં એક વાસણમાં બધા લોટ , મસાલા , તેલ અને આદુ મરચા સરસ રીતે મિક્સ કરી લો

2) હવે આમાં થોડી થોડી છાશ ઉમેરતા જઈ પરોઠા જેવો આનો લોટ બાંધી દો તમારે છાશ ના બદલે દહીં ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકો છો

3) લોટ સરસ રીતે બંધાઈ જાય એ પછી એમાંથી નાનો લૂઓ બનાવી થોડું એને દબાવો પછી આંગળી ની મદદથી આ રીતે એને થેપીને વડું બનાવીને તૈયાર કરો તમને જો હાથમાં વડા થેપતા ન ફાવે તો પાટલી ઉપર પણ થેપી શકો છો આ રીતે બધા વડા બનાવીને તૈયાર કરવા

4) હવે એને તળવા માટે તેલ ગરમ કરવા માટે મુકીશું તેલ ગરમ થાય એટલે વડા એમાં નાખો અને એને મીડીયમ ગેસ ઉપર તળો થોડીવાર પછી વડા આ રીતે તળાઇને ઉપર આવે પછી અને ફેરવી દેવા અને બીજી બાજુ પણ સરસ તળી લેવા વડા સરસ આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે એને તેલમાંથી કાઢી લઈશું આજ રીતે બધા તળીને તૈયાર કરી લેવાના

5) હવે આ સરસ મજાના મલ્ટીગ્રેન વડા બનીને તૈયાર છે એકદમ ઠંડા થઈ જાય ત્યારે તમે આને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video