પ્રસાદ બનાવતી વખતે આટલી વસ્તુનું ધ્યાન જરૂર રાખજો | Aate ka Halwa | Ghau no Sheero | Shira Recipe

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ધનુર્માસ નો પ્રસાદનો શીરો , આ શીરો ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને ખુબજ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય : 5 મિનીટ

બનાવાનો સમય : 12 – 13 મિનીટ

સર્વિંગ : ૩ વ્યક્તિ

સામગ્રી :

1/2  કપ ઘઉંનો જાડો લોટ

1/2 ખાંડ

1/4 ચોખ્ખું ઘી

1 .5 કપ દૂધ

ઈલાઈચી જાયફળ નો પાવડર

રીત :

1) દુધને ગાળીને એક ઉભરો આવે એટલું ગરમ કરી લો

2) એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં લોટ નાખોહવે એને ધીમા થી મધ્યમ ગેસ પર સરસ શેકી લો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી લોટ ચોંટે નહી

3) 6 – 7 મિનીટ પછી લોટ સરસ આવો સોનેરી કલરનો અને સુંગંધ આવતો થઇ જાય એટલે શેકવો

4) હવે ગેસ ધીમો કરીને ગરમ દૂધ ધીરે ધીરે ઉમેરતા જાવ અને મિક્ષ કરતા જાવ જેથી ગઠ્ઠા ના પડે

5) દૂધ મિક્ષ થઇ જાય એટલે એમાં ખાંડ નાખો અને ગેસ ફાસ્ટ કરીને એને સરસ રીતે મિક્ષ કરી લો

6) હવે એમાં છેલ્લે થોડો ઈલાઈચી જાયફળ નો પાવડર નાખી મિક્ષ કરી મીડીયમ ગેસ પર ૨ – ૩ મિનીટ શેકાવા દો

7) હવે આ સરસ મજાનો પ્રસાદનો શીરો બનીને તૈયાર છે

Watch This Recipe on Video