શું તમારી કેક બેકરી જેવી નથી બનતી? | Eggless Plum Cake | Plum Cake Recipe | Eggless Cake Recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઈંડા વગરની પ્લમ કેક આ કેક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે સાથે જ આમાં ઘણા બધા સૂકા મેવાનો ઉપયોગ કરવામાં આવે છે તેથી તે હેલ્ધી પણ છે અને બનાવવામાં ખૂબ જ ઓછી મહેનત અને ઓછો સમય લાગે છે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 45 થી 50 મિનીટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

1/2 કપ મિક્સ ફ્રૂટ જ્યુસ

2 ચમચી સૂકી દ્રાક્ષ

2 ચમચી સુકી કાળી દ્રાક્ષ

2 ચમચી ખારેક

3 ચમચી સમારેલી ચેરી

2 ચમચી

5 ચમચી મિક્સ કલર ની Tutti Frutti

1 કપ મેંદો

1/4 કપ ખાંડ દળેલી ખાંડ

2 ચમચી મિલ્ક પાઉડર

૨ નાની ચમચી કોર્ન ફ્લોર

1 ચમચી બેકિંગ પાઉડર

1/2 ચમચી બેકિંગ સોડા

1/2 કપ દૂધ

1 ચમચી વિનેગર

1/4 કપ તેલ

1/4 ચમચી ઇલાયચી પાઉડર

1/4 ચમચી તજનો પાવડર

1/4 ચમચી સુઠ પાવડર

3 ચમચી સમારેલા કાજુ બદામ

1 ચમચી વેનિલા એસેન્સ

કેરેમલ સીરપ બનાવવા માટે :

1 ચમચી ખાંડ

1/4 કપ પાણી

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં મિક્સ ફ્રૂટ જ્યુસ લઈ લો એમાં ૧ થી ૬ નંબરના બધા નટ્સ નાખી દો હવે એને એક કલાક માટે પલળવા દો 

2) કેરેમલ સીરપ બનાવવા માટે એક વાસણમાં એક ચમચી ખાંડ નાંખીને એને મીડીયમ ગેસ ઉપર ગરમ કરો ખાંડમાં કશું જ નાખવાનું નથી ૪૦ થી ૫૦ સેકન્ડમાં ખાંડ સરસ રીતે કેરેમલાઈઝ થઇ જશે પછી એમાં એક ચમચી પાણી નાખો એ મિક્સ થઇ જાય પછી બાકીનું પાણી નાખી મિશ્રણને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લો હવે આ કેરેમલ સીરપ ને ઠંડુ થવા દો

3) એક કલાક પછી જે નટ્સ પલાડીને રાખ્યા છે એમાં બનાવેલું કેરેમલ સીરપ  ઉમેરી દો

4) એક વાસણમાં દૂધ લઈ એમાં વિનેગર નાખી મિક્સ કરી રહેવા દો

5) હવે નટ્સ સાથે બધા ડ્રાય ઇન્ગ્રીડિઅન્ટ્સ ચાળી લો હવે એમાં તેલ અને દૂધનું મિશ્રણ નાખો સમારેલા કાજુ બદામ , તજ ,ઈલાયચી અને સૂંઠનો પાઉડર નાખી દઈશું સરસ રીતે મિક્સ કરી લો

6) છેલ્લે આમાં વેનિલા એસેન્સ નાખીને સરસ રીતે મિક્સ કરો

7) કેક બનાવવા માટે સાત ઇંચનું  કેક ટીન લઈને એમાં બટર અને બટર પેપર લગાવીને તૈયાર કરી દો બનાવેલું કેકનું મિશ્રણ આમાં નાખો હવે જો તમારે કેક ને ગેસ ઉપર બેક કરવી હોય તો ધીમા ગેસ પર 50 થી 55 મિનિટ માટે બેક કરવી અને જો ઓવનમાં બેક કરવી હોય તો ઓવનને ૧૮૦ ડિગ્રી ઉપર પ્રિહીટ કરો પછી કેકને ૧૮૦ ડિગ્રી પર ૪૫ થી ૫૦ મિનીટ માટે બેક કરો

8) 45 મિનિટ પછી કેક બેક થઈ ગઈ છે કે નહીં ચેક કરવા માટે ટૂથપીક કે ચાકુ એમાં નાખો જો એ સાફ નીકળે તો સમજવું કે કેક પરફેક્ટ બેક થઈ ગઈ છે એને ઠંડી થવા દો

9) કેક ઠંડી થઇ જાય એ પછી એને અનમોલ્ડ કરો અને બટર પેપર હટાવી દો કેક ની ઉપર થોડી દળેલી ખાંડ નાખો પછી એને કટ કરીને સર્વ કરો

10) હવે આ ઈંડા વગરની એકદમ સરસ પ્લમ કેક બનીને તૈયાર છે આને બહાર બે દિવસ સુધી અને જો ફ્રીજમાં રાખો તો એક અઠવાડિયા સુધી સારી રહે છે

Watch This Recipe on Video