અમદાવાદ નું ફેમસ ચાઇનીઝ સ્ટ્રીટ ફૂડ પરફેક્ટ રીતે ઘરે બનાવો | Chinese Bhel | Roadside Chinese Bhel

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું અમદાવાદની ફેમસ ચાઈનીઝ સ્ટ્રીટ ફુડ ચાઈનીઝ ભેળ આ ભેળ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે અને ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવી બને છે ચાઈનીઝ ભેળ બે રીતે બનતી હોય છે એક એકલા તળેલા નૂડલ્સ અને શાકભાજી નો ઉપયોગ કરીને જ્યારે અમદાવાદમાં જે ચાઈનીઝ ભેળ સર્વ કરવામાં આવે છે એમાં તળેલા નુડલ્સ , બાફેલા નુડલ્સ , થોડા રાંધેલા ભાત , શાકભાજી અને મનચુરીયન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો અને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 થી 15 મિનિટ

બનાવવાનો સમય : 30 મિનિટ

સર્વિંગ : 3 – 4 વ્યક્તિ

સામગ્રી :

200 ગ્રામ બાફેલા નુડલ્સ

2 ચમચી કોર્ન ફ્લોર

1 ચમચી તેલ

150 ગ્રામ લાંબી પાતળી સમારેલી કોબીજ

1 કેપ્સિકમ

2 – 3 લીલા મરચા

મીઠું સ્વાદ પ્રમાણે

1 ચમચી લાલ મરચું

1 ચમચી સોયા સોસ

2ચમચી રેડ ચીલીસોસ

2 ચમચી ટોમેટો કેચપ

આદુ લસણ (જો નાખવું હોય તો)

લાંબી પાતળી સમારેલી ડુંગળી લીલી ડુંગળી (નાખવી હોય તો)

બનાવેલા મંચુરિયન

1 નાનો વાટકો તળેલા નુડલ્સ

1 નાની વાટકી રાંધેલા ભાત

રીત :

1) સૌથી પહેલા હક્કા નુડલ્સ માટેના જે નુડલ્સ આવે છે એને બાફી ને થોડીવાર ઠંડા પાણીમાં રહેવા દો જેથી એનો બધો સ્ટાર્ચ નીકળી જશે અને નૂડલ્સ એકદમ સરસ છૂટા થઈ જશે ત્યારબાદ એકદમ સરસ ઠંડા થાય એ પછી એમાંથી થોડા નુડલ્સ એક ડીશમાં લઈ એના ઉપર કોનફલોર છાંટો અને એને સરસ રીતે મિક્સ કરી લો બાકીના નુડલ્સ એમના એમ જ રહેવા દો

2) હવે આ નૂડલ્સ અને તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ એકદમ સરસ ગરમ થાય એટલે કોર્નફ્લોર નું કોટીંગ કરેલા નુડલ્સ મિડિયમ થી ફાસ્ટ ગેસ પર તળી લો એને એકદમ સરસ ક્રિસ્પી કરવાના છે એ થોડા થોડા ઠંડા થાય એટલે હાથથી એનો થોડો ભૂકો કરી લો

3) હવે કડાઈમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સમારેલા શાકભાજી ઉમેરી ફાસ્ટ ગેસ પર સાંતળી લો

4) ત્યાર બાદ એમાં મનચુરીયન , બાફેલા નૂડલ્સ , તળેલા નુડલ્સ , બધા સોસ ,  મીઠું અને મરચું ઉમેરી ફાસ્ટ ગેસ પર મિક્સ કરો

5) છેલ્લે આમાં રાંધેલો ભાત નાખી મિક્સ કરો ગરમાગરમ ચાઈનીઝ ને પ્લેટમાં લઈ લો અને એના ઉપર ગાર્નિશીંગ માટે થોડા તળેલા નૂડલ્સ નાખો

6) હવે આ સરસ મજાની ચાઈનીઝ ભેળ બનીને તૈયાર છે આ ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તો એકવાર જરૂર ટ્રાય કરજો

Watch This Recipe on Video