ઉત્તરાયણ માટેની સ્પેશિયલ થાળી | Undhiyu | Kachori | Instant Jalebi | Poori | Shreejifood | No Onion No Garlic

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉતરાયણ માટે એક ગુજરાતી થાળી જેમાં આપણે ઊંધિયું , પુરી , જલેબી અને લીલવાની કચોરી બનાવીશું આ બધી ફેમસ ગુજરાતી રેસીપી છે જે ખાસ કરીને ઉત્તરાયણના દિવસોમાં લગભગ ગુજરાતી ના ઘરે બનતી હોય છે અથવા તો માર્કેટમાંથી તૈયાર લાવવામાં આવે છે પણ માર્કેટ કરતાં પણ સરસ આ વસ્તુ આપણે ઘરે એકદમ ચોખ્ખી અને ઓછી મહેનતમાં બનાવી શકીએ છીએ જે ખુબ હેલ્દી પણ હોય છે તો ચાલો એને કેવી રીતે તૈયાર કરવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 1 કલાક

બનાવવાનો સમય : 1.5 – 2 કલાક

સર્વિંગ : 5 – 6 વ્યક્તિ

સામગ્રી :

પુરી નો લોટ બાંધવા માટે :

500 ગ્રામ ઘઉંનો લોટ

2 – 3 ચમચી તેલ

મીઠું સ્વાદ પ્રમાણે

પાણી જરૂર પ્રમાણે

કચોરી બનાવવા માટે :

લોટ બાંધવા માટે :

250 ગ્રામ મેંદો

2 ચમચી તેલ

મીઠું સ્વાદ પ્રમાણે

પાણી જરૂર પ્રમાણે

સ્ટફિંગ બનાવવા માટે :

600 ગ્રામ તુવેરના દાણા

3 ચમચી તેલ

1 ચમચી વાટેલા લીલા મરચા

2 ચમચી તલ

થોડી હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

૩ – 4 ચમચી સમારેલી કોથમીર

2 બાફેલા બટાકા

2 ચમચી બૂરુ ખાંડ

થોડો લીંબુનો રસ

1/2 ચમચી ગરમ મસાલો

જલેબી બનાવવા માટે :

1 કપ મેંદો

1 કપ ખાંડ

1 કપ પાણી

1 નાની ચમચી બેકિંગ પાઉડર

ચપટી ફૂડ કલર કે હળદર

2 ચમચી દહીં

પાણી જરૂર પ્રમાણે

તળવા માટે ઘી કે તેલ

કેસર

ઈલાયચીનો પાવડર

ઉંધીયુ બનાવવા માટે :

500 ગ્રામ મિક્ષ દાણા (પાપડી તુવેર વટાણા)

250 ગ્રામ મિક્ષ પાપડી અને કુણા પાપડી ના દાણા

7 – 8ના બટાકા

5 – 6 નાના રવૈયા

4 – 5 વઢવાણી મરચા

2 ચમચી ધાણાજીરૂ

2 ચમચી લાલ મરચું

2 ચમચી ખાંડ

2 ચમચી ગરમ મસાલો

1 ચમચી કાશ્મીરી લાલ મરચું

2 ચમચી આમલીની ચટણી

3 મોટા ચમચા તેલ

1/2 ચમચી રાઇ

થોડું જીરું

થોડો અજમો

1 ચમચી વાટેલા લીલા મરચાં

1 ચમચી હળદર

સમારેલી કોથમીર

મેથીના મુઠીયા

પાણી (આશરે 2 કપ જેટલું )

પેસ્ટ બનાવા માટે :

100 કોથમીર

4 – 5 લીલા મરચા

3 ચમચી સીંગદાણા

1 કાચું ટામેટું

સ્ટફિંગ બનાવવા માટે :

4 ચમચી ચણાનો લોટ

2 ચમચી ધાણાજીરું

1 ચમચી લાલ મરચું

થોડા વાટેલા લીલા મરચા

થોડો ગરમ મસાલો

લીંબુનો રસ

1.5 – 2 ચમચી ખાંડ

1 ચમચી તેલ

મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા આપણે પૂરી માટેનો લોટ બાંધીશું તો એના માટે લોટમાં તેલ અને મીઠું નાખીને મિક્સ કરી લો.ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધી ને તૈયાર કરો લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને રહેવા દઇશું

2) હવે કચોરી માટેની પૂરીનો લોટ બાંધવા તેલમાં મીઠું અને તેલ નાખી મિક્સ કરી પાણી ઉમેરતા જઈ આનો પણ પરોઠા જેવો લોટ બાંધી લોટ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું આને પણ ઢાંકી ને સાઈડ માં મૂકી દઈશું

3) હવે કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે તુવેરના દાણાને સાફ કરી લો.ત્યાર બાદ તેને ચીલી કટરમાં અધકચરા વાટી ને તૈયાર કરો

4) એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલાં લીલાં મરચાં , તલ અને હળદર નાખી સાંતળી લો.ત્યાર બાદ તેમાં વાટેલા મરચાં અને તુવેર ના દાણા નાખો અને બેથી ત્રણ મિનિટ મીડીયમ ગેસ પર સાંતળો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને આને સરસ કોરું થાય ત્યાં સુધી સાંતળતા રહો પછી ગેસ બંધ કરીને આને ઠંડુ થવા માટે મૂકો

5) ઉંધીયુ બનાવવા માટે દાણાને સાફ કરીને પાણી માં નાખી દો પાપડી ને સમારીને તૈયાર કરી દો સીંગદાણા , મરચા , ટામેટુ અને કોથમીરને વાટી ને તૈયાર કરી લો

6) પાંચ લિટરના કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , જીરું , અજમો , હળદર અને વાટેલા લીલા મરચા નાંખો એ સંતળાય એટલે એમાં બનાવેલી પેસ્ટ નાખી ૨ મિનીટ માટે સાંતળી લો જેથી સીંગદાણા અને ટામેટા નો કાચો ટેસ્ટ ના રહે ત્યાર બાદ એમાં પાપડી અને દાણા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અડધો કપ પાણી નાખો અને આની 1 વ્હીસલ કરી લો

7) કચોરીનો માવો જે શેકીને રાખ્યો હતો એ નવશેકો ગરમ હોય ત્યારે એમાં બાકીના મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરો અને એમાંથી નાના-નાના ગોળા બનાવીને તૈયાર કરો

8) કચોરી માટે જે મેંદાનો લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો એને મસળીને તેમાંથી લૂઓ કરીને મીડીયમ થીક પૂરી વણો વચ્ચે બનાવેલું બનાવેલા સ્ટફિંગ નો ગોળો મૂકો અને કચોરીને બતાવ્યા પ્રમાણે સરસ પેક કરો વધારાનો લોટ ખેંચીને કાઢી લેવો મને કચોરીને પ્રોપર પેક કરી દેવી આ રીતે બધી કચોરી બનાવીને તૈયાર કરવી

9) ઊંધિયામાં નાખવા માટે રવૈયા , બટાકા અને વઢવાણી મરચા ને ધોઈ ને સાફ કરી લો.ત્યાર બાદ તેને એક બાજુથી કટ કરો સ્ટફિંગ માટેની બધી સામગ્રી એક વાટકામાં મિક્સ કરો અને એને રવૈયા , બટાકા અને મરચાં ભરી દો

10) એક વ્હીસલ થઈને જ્યારે કુકર ઠંડુ થઈ જાય ત્યારે એને ખોલી ને એમાં ધાણાજીરું અને મરચું નાખો સાથે ભરેલા શાકભાજી અને ખાંડ નાખી સરસ રીતે મિક્સ કરી લો અને આને બે મિનિટ માટે સાંતળો ત્યારબાદ આમાં પાણી નાખો અને જે રવૈયા બટાકા ભરતા જે ચણા ના લોટ નો મસાલો વધ્યો હોય એમાં થોડું પાણી નાખીને એ મસાલો પણ આમાં નાખી દો અને હવે આની ત્રણ વ્હીસલ કરી લો

11) કુકર ખોલીને એમાં બનાવેલા મેથીના મુઠીયા નાખવા થોડા મુઠીયા આખા નાખી દો અને થોડા મુઠીયા નો હાથથી ભૂકો કરીને નાખીશું જેથી રસો થોડો જાડો થશે છેલ્લે આમાં પોણો કપ જેટલું પાણી ગરમ કરીને નાખો જેથી મુઠીયા સરસ રીતે પોચા થઇ જાય અને ઉંધીયુ કોરુના થઈ જાય

12) ત્યારબાદ તેના ઉપર ગરમ મસાલો અને કાશ્મીરી મરચું નાખો ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકો તેલ એકદમ ગરમ થાય પછી એને ગરમ મસાલા અને લાલ મરચાં નાખ્યું હોય એના ઉપર નાખો એક વાર હલાવી લો.ત્યારબાદ તેમાં કોથમીર અને આંબલીની ચટણી નાંખો સરસ રીતે મિક્સ કરી લો અને એના ઉપર થાળી કે ઢાંકણ ઢાંકી એને 20થી 25 મિનિટ માટે રહેવા દો

13) જલેબી નું ખીરું બનાવવા માટે એક વાટકામાં બધી સામગ્રી મિક્સ કરો ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરતા જઈને જાડું ખીરું બનાવી લો તેમાં ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવું ત્યાર બાદ આને જલેબી મેકર માં , ટોમેટો કેચપ ની બોટલ માં  , પાઈપીંગ બેગમાં કે દુધના ખાલી પાઉચમાં ભરીને પણ તમે જલેબી બનાવી શકો છો

14) જલેબી ની ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને પાણી ઉમેરી ગરમ કરવા માટે મૂકો ખાંડ ઓગળે એટલે માં કેસર અને ઈલાયચીનો પાવડર નાંખો આ ચાસણીમાં કોઈ તાર નથી બનાવવાનો તેને થોડી ચીકણી થાય ત્યાં સુધી ઉકાળવાની છે ચાસણી બની જાય એટલે નીચે ઉતારી ઠંડી થવા દો

15) જલેબી ને તળવા માટે તેલ કે ઘી ગરમ કરવા માટે મૂકો કે એ સરસ ગરમ થાય ત્યારબાદ આ રીતે એમાં જલેબી બનાવતા જાવ એક બાજુ જલેબી તળાઈ જાય એટલે બીજી બાજુ ફેરવીને સરસ ક્રિસ્પી કરવી ત્યાર બાદ એને ઝારાની મદદથી કાઢીને સીધી ચાસણીમાં નાખો અને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દો પછી એમાંથી કાઢી લો જલેબી જ્યારે ચાસણીમાં નાખો ત્યારે ચાસણી હૂંફાળું ગરમ હોવી જોઈએ વધારે ગરમ હશે તો જલેબી પોચી થઇ જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવું

16) કચોરી તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે બનાવેલી કચોરી એમાં નાખો અને તેને મીડીયમ ગેસ ઉપર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો

17) છેલ્લે હવે પુરી બનાવીશું તો લોટને મસળીને લુઓ બનાવીને પૂરી વણીને તૈયાર કરો અને એને ગરમ તેલમાં તળી લો આ જ રીતે બધી પૂરી બનાવીને તૈયાર કરવી

18) હવે આપણી આ સરસ મજાની ઉત્તરાયણ સ્પેશિયલ ગુજરાતી થાળી બનીને તૈયાર છે જેની સાથે મેં સલાડ અને તીખી-મીઠી ચટણી સર્વ કરી છે

Watch This Recipe on Video