આ રીતે વસાણું બનાવશો તો ક્યારેય કડવું નહિ લાગે અને બધાંને ભાવશે | Methi Ladoo | Methi na Ladva

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીના લાડવા , મેથીના લાડવા ખૂબ જ હેલ્ધી હોય છે અને ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે અને ગળપણમાં પણ ઘણીવાર ખાંડનો , સાકરનો કે ગોળનો ઉપયોગ કરીને બને છે આજે આપણે આ લાડવા ગોળનો ઉપયોગ કરીને બનાવીશું જેથી જો કોઈને ઘરમાં ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ આ લાડવા ખાઈ શકે છે આજે મેથીના લાડવા આપણે જે બનાવવાના છીએ એનાથી આ લાડવા બિલકુલ પણ કડવા નહી લાગે જેથી ઘરમાં દરેકને આ ટેસ્ટ પસંદ આવશે અને આ લાડવા ને બનાવીને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 15 મિનિટ

બનાવવાનો સમય : 20 25 મિનિટ

સર્વિંગ : 15 લાડવા

સામગ્રી :

400 ગ્રામ ચોખ્ખું ઘી

300 ગ્રામ ગોળ

100 ગ્રામ ઘઉંનો કરકરો લોટ

100 ગ્રામ અડદનો લોટ

30 – 40 ગ્રામ મેથીનો લોટ

100 – 125 ગ્રામ સૂકું છીણેલું ટોપરું

3 ચમચી સમારેલી બદામ

2 ચમચી સમારેલા કાજુ

1 ચમચી ખસખસ

2 ચમચી સૂકી દ્રાક્ષ

2 ચમચી સૂંઠ પાઉડર

1 – 1.5 ચમચી ગંઠોડાનો પાઉડર

1 નાની ચમચી કાટલું પાવડર

1 નાની ચમચી સફેદ મુસળી નો પાઉડર

 50 ગ્રામ બાવળ નો ગુંદર

રીત :

1) સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કડાઈમાં થોડું ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદરને તળી લેવો સુંદર તળાય એટલે સરસ આવે ફૂલી જશે આ રીતે ગુંદર ફૂલે એટલે એને એક વાસણમાં લઈ લઇશું અને આ જ રીતે બાકીનો તળીને તૈયાર કરી લઈશું

2) હવે કડાઈમાં જે બાકીનું ઘી વધ્યું છે એમાં આપણે ઘઉનો લોટ નાખીને ધીમા થી મધ્યમ ગેસ ઉપર પર બદામી કલર નો અને સુગંધીદાર થાય ત્યાં સુધી શેકી લઈશું લોટ ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું એટલે એને સતત હલાવતાં જવું જરૂર લાગે તો એકાદ ચમચી ઘી ઉમેરી દેવો લોટ શેકાઈ જાય એટલે એક વાસણમાં લઈ લઈશું

3) કડાઈમાં બીજું થોડું ઘી ઉમેરીશું અને જે રીતે ઘઉંનો લોટ શેક્યો એ જ રીતે આપણે અડદનો લોટ શેકીને તૈયાર કરીશું એ પણ સરસ બદામી કલર નો થાય એટલે જે વાસણમાં આપણે ઘઉંનો લોટ કાઢ્યો હોય એની સાથે જ અડદનો લોટ ઉમેરી દઇશુ

4) છેલ્લે એ જ કડાઈમાં બાકી વધેલુ ઘી ઉમેરી દઈશું ઘી થોડું ગરમ થાય એટલે તેમાં સમારેલો ગોળ ઉમેરો આમાં આપણે પાયો નથી કરવાનો ફક્ત ઘી અને ગોળ અને સરસ રીતે મિક્સ કરવાનું છે ગોળ ઓગળી જાય અને મિશ્રણ આવું સરસ જાળીદાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો

5) જે લોટ આપણે શેકીને રાખ્યા છે એમાં ઘી-ગોળ મિશ્રણ ઉમેરી દો એકવાર અને હલાવો ત્યાર બાદ એમાં ટોપરું , સૂકી દ્રાક્ષ અને કાજુ – બદામ ઉમેરી દઈશું અને મિક્સ કરીશું

6) જે ગુંદર આપણે તળી ને રાખ્યો છે તેને વાટકી ની મદદથી અધકચરો વાટી લો અને તેને લોટ ના મિશ્રણ માં ઉમેરી દો

7) મિશ્રણ થોડું નવશેકુ ગરમ રહે એ ટાઇમે મેથી ના લોટ સિવાયની બાકીની બધી વસ્તુઓ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો અને આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દો

8) મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે છેલ્લે આમાં મેથીનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો જો તમને મેથીના લાડવા માં થોડો કડવો ટેસ્ટ પસંદ હોય તો મિશ્રણ જ્યારે નવશેકુ ગરમ હોય ત્યારે જ મેથીનો લોટ નાખજો તો થોડો કડવો ટેસ્ટ આવશે અને અત્યારે આપણે મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું પછી મેથીનો લોટ નાખ્યો છે એટલે આ લાડવા સહેજ પણ કડવા નહિ લાગે મિશ્રણ જો તમને થોડું કોરું લાગે તો આ સમયે એકાદ બે ચમચી ઘી ગરમ કરીને ઉમેરી શકો છો ત્યારબાદ આમાંથી મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરીશું

9) હવે આ સરસ મજાના હેલ્દી મેથીના લાડવા બનીને તૈયાર છે આને ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો અને રોજ સવારે નાસ્તામાં તમે એક લાડવો ખાવાના ઉપયોગમાં લઇ શકો છો

Watch This Recipe on Video