એક જ વસ્તુ જે તમારી રેસીપીને આપે સ્વાદ રેસ્ટોરન્ટનો | Sezwan Sauce | No Onion- Garlic Sauce | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સેઝવાન સોસ , સેઝવાન સોસ માર્કેટમાં સરળતાથી મળતો હોય છે પણ એના કરતાં પણ ચોખ્ખો અને સસ્તો સેઝવાન સોસ આપણે ઘરે ખૂબ જ સરળતાથી અને ઓછા ભાવમાં બનાવી શકીએ છીએ સાથે આને બનાવીને આપણે બે થી ત્રણ મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકીએ છીએ સેઝવાન સોસ નો ઉપયોગ કરીને નુડલ્સ , ઢોસા , સેન્ડવીચ , ફ્રાઈડરાઈસ એવી ઘણી બધી રેસીપી આપણે બનાવી શકીએ છીએ જે બાળકોને ખુબ જ પસંદ આવશે તો ચાલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 15 થી 20 મિનિટ

સામગ્રી :

50 ગ્રામ સૂકા લાલ મરચા

પાણી જરૂર પ્રમાણે

મીઠું સ્વાદ મુજબ

2 ચમચી ટોમેટો કેચપ

2 ચમચી વિનેગર

1 ચમચી ખાંડ

1 ચમચી લાલ મરચું

1 ચમચી સોયા સોસ

રીત :

1) સૌથી પહેલા સૂકા લાલ મરચાં અને ડીટા કાઢીને સાફ કરી લો ત્યારબાદ એને એક વાર પાણીથી ધોઈ લો અને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં પલાળીને રાખો તમારે જો મરચાના ડીટીયા કાઢવા હોય તો કાઢી ને પછી મરચાને પલાડવા

2) હવે એક વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે પલાળેલા મરચાં પાણી નિતારીને આમાં નાખો એમાં થોડું મીઠું નાખો મીડીયમ  ગેસ ઉપર પંદરથી વીસ મિનિટ કે મરચા પોચા પડે ત્યાં સુધી તેને ઉકાળો

3) મરચા આ રીતે પોચા પડે એટલે ગેસ બંધ કરીને ઢાંકી દો મરચા ઠંડા થાય એટલે અને એક કાણાવાળા વાડકામાં કાઢી લો

4) એનું પાણી નીતરી જાય પછી તેને મિક્સરમાં લઈ વાટીને તૈયાર કરો જરૂર પડે તો એક બે ચમચી મરચાનું  નીતારેલું પાણી તમે વાટવામાં ઉપયોગમાં લઇ શકો છો

5) હવે પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વાટેલા મરચા ની પેસ્ટ નાખો આને બે મિનિટ સાંતળીશું પછી એમાં બેથી ત્રણ ચમચી જેટલું મરચા નીતરેલું પાણી નાખીશું પાણી જરૂર પ્રમાણે નાખવું

6) એમાં સોસ અને લાલ મરચું નાખો થોડી વાર ચડે પછી એમાં ખાંડ નાખો

7) કિનારી ઉપર તેલ આવતું દેખાય એટલે ગેસ બંધ કરી દેવો અને છેલ્લે આમાં વિનેગર નાંખી અને મિક્સ કરીને આને ઠંડુ થવા દેવું

8) હવે આ સેઝવાન સોસ બનીને તૈયાર છે એકદમ ઠંડુ થઈ જાય ત્યારે તમે એને કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં મૂકીને સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video