હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેફેમાં મળે એવી ચીઝી ફોકાસીઆ સેન્ડવીચ આ સેન્ડવીચ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને કેફે જેવી જ ઘરે ખૂબ જ સરળતાથી અને ઓછા ભાવમાં આપણે બનાવી શકીએ છીએ આ સેન્ડવીચ બાળકોને ખુબ જ પસંદ આવે છે તો ચાલો અને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સર્વિંગ 1 સેન્ડવીચ
સામગ્રી :
હર્બ બટર બનાવવા માટે :
3 – 4 ચમચી બટર
1 ચમચી ઝીણી સમારેલી પાર્સલે
ચપટી મીઠું
ઓરેગાનો
ચીલી ફ્લેક્સ
પીઝા સીઝનીંગ
બે કળી લસણ (જો નાખવું હોય તો)
પેસ્તો સોસ બનાવવા માટે :
૬૦ ગ્રામ ફ્રેશ બેઝીલ
૩ ચમચી પાઈન નટ્સ અથવા કાજુ બદામ કે અખરોટ
ચપટી મીઠું
થોડો મરી પાવડર
2 લીલા મરચાં
થોડો લીંબુનો રસ
ચમચી ઓલિવ ઓઈલ
સેન્ડવીચ બનાવવા માટે :
ફોકાસીઆ બ્રેડ
પેસ્તો સોસ
હર્બ બટર
5 – 6 લેટસ ના પાન
લાંબા પાતળા સમારેલા ત્રણ કલરના કેપ્સીકમ
ચપટી મીઠું
ઓરેગાનો
ચીલી ફ્લેક્ષ
પ્રોસેસ ચીઝ
પીઝા ચીઝ
અમેરિકન મકાઈ ના દાણા (નાખવા હોય તો)
ડુંગળી (નાખવી હોય તો)
ચાટ મસાલો કે પીઝા સીઝ્નીંગ
રીત :
1) સૌથી પહેલા બટરમાં બધી વસ્તુઓને મિક્સ કરીને સાઈડમાં મુકી દો

2) સોસ બનાવવા માટે બધી સામગ્રી મિક્સર જારમાં લઈ લો ત્યારબાદ તેમાં થોડું થોડું ઓલિવ-ઓઈલ ઉમેરતા જઈ એને સરસ રીતે વાટીને તૈયાર કરી લો આ સોસને બનાવીને તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો

3) લેટ્સ ના પાંચથી છ પાન લઈ એને ઠંડા પાણીમાં પલાડીને રાખો

4) હવે સેન્ડવીચ બનાવવા માટે બ્રેડ લઈ એને વચ્ચેથી કટ કરી લો હવે બંને બ્રેડ પર હર્બ બટર લગાવો અને એક ભાગ ઉપર જે પેસ્તો સોસ બનાવ્યો છે એ લગાવીશું

5) બીજા ભાગ ઉપર પીઝા સોસ કે સેઝવાન સોસ લગાવો ત્યારબાદ એના ઉપર લેટ્સ ના પાન હાથી તોડીને મૂકો ત્રણ કલર ના પાતળા લાંબા સમારેલા કેપ્સિકમ મૂકો જે લોકો ડુંગળી ખાતા હોય એ ડુંગળી પણ પાતળી સમારી ને આની ઉપર મૂકી શકે અને જો બાફેલા મકાઈના દાણા નાખવા હોય તો પણ નાખી શકાય આના ઉપર ચપટી જેટલું મીઠું થોડા ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો નાખો

6) હવે આ બ્રેડને 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લો જો તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો તવી ઉપર પણ એને સહેજ ગરમ કરી શકો છો હવે આના ઉપર પ્રોસેસ ચીઝ છીણીને નાખો અને થોડું પીઝા ચીઝ નાખો ચીઝ તમારી પસંદ પ્રમાણે ઓછું વધતુ કરી શકો છો

7) હવે એના ઉપર પેસ્તો લગાવેલી બ્રેડ મૂકો અને હલકા હાથે એને દબાવો એના ઉપર બટર લગાવી દઈશું આને શેકવા માટે ઈલેક્ટ્રીક ગ્રીલ ગરમ કરવા માટે મૂકો અને એમાં સેન્ડવીચ ને શેકો જો તમારી પાસે ઈલેક્ટ્રીક ગ્રીલ ના હોય તો તવી ઉપર પણ આને શેકી શકો છો આ સરસ રીતે શેકાઇ જાય એટલે એને બહાર લઈ લઈશું

8) સેન્ડવીચ ને કટ કરી ને સર્વિંગ પ્લેટમાં લઈ લો હવે આ સરસ મજાની ચીઝી ફોકાસીઆ સેન્ડવીચ બનીને તૈયાર છે એને કોલ્ડડ્રીંક , વેફર અને કોકટેલ ડીપ સાથે સર્વ કરો
