હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બેકરીમાં મળે એવા બટર કુકીઝ , આ કૂકીઝ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે ફક્ત 4 જ વસ્તુનો ઉપયોગ કરીને આ બટર કુકીઝ બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 20 મિનીટ
સર્વિંગ : 20 – 22 બટર કુકીઝ
સામગ્રી :
200 ગ્રામ કુકી ફેટ ( મારવો )
1/3 કપ દળેલી ખાંડ
ચપટી મીઠું
વેનિલા એસેન્સ
1 કપ મેંદો
દૂધ જરૂર પ્રમાણે
રીત :
1) સૌથી પહેલા એક વાટકામાં મારવો અને દળેલી ખાંડ ને સરસ રીતે મિક્સ કરી લો

2) એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલું મીઠું અને મેંદો નાખી દો મેંદાને બદલે ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકો છો હવે આને હાથ થી થોડું મિક્સ કરો

3) ત્યારબાદ એમાં જરૂર પ્રમાણે દૂધ ઉમેરતા જઈ ઢીલો લોટ બાંધી ને તૈયાર કરો

4) કુકીઝ બનાવવા માટે મોટી સ્ટાર નો નોઝલલો અને એને પાઈપિંગ બેગમાં ભરીને જે લોટ બાંધીને રાખ્યો છે એ એમાં ભરી દો બેકિંગ ટ્રેમાં નાના ફુલ બનાવીને આ રીતે તૈયાર કરો

5) એને 180 ડિગ્રી ઉપર પ્રિ હીટ કરેલા ઓવનમાં 15 થી 17 મિનિટ માટે બેક કરો તમારે જો આને કડાઈમાં બેક કરવા હોય તો પણ કરી શકો છો 17 મિનિટ પછી કુકીઝ બેક થઈ જાય પછી તેને ઠંડા થવા દો

6) આ કુકીઝ ઉપરથી સોફ્ટ અને ખાવામાં એકદમ પોચા બને છે

7) હવે આ સરસ મજાના બટર કુકીઝ બનીને તૈયાર છે અને તમે ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો
