હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નાસ્તા માટેની એક રેસીપી “ જાડા પૌવા નો ચેવડો ” આ ચેવડો ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો સાથે જ તમે આને બનાવીને મહિના સુધી સ્ટોર કરી શકો છો જેથી કોઈ પ્રવાસ દરમિયાન કે બાળકોના લંચ બોક્ષ માટે સૌથી સારો નાસ્તો રહે છે સાથે જ આમાં ખૂબ જ ઓછા તેલ મસાલા નો ઉપયોગ થાય છે જેથી જો તમે વજન ઉતારવા માટે આ રેસિપી બનાવો છો તો પણ ખૂબ જ ઉપયોગી રહે છે તો ચાલો અને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સામગ્રી :
500 ગ્રામ જાડા પૌવા
50 ગ્રામ તેલ
1/2 ચમચી હળદર
2 નાની ચમચી લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
સૂકું લાલ મરચું
થોડી હિંગ
મીઠા લીમડાના પાન
રીત :
1) સૌથી પહેલા પૌંઆને ચાળીને તૈયાર કરી લો જેથી એમાંથી ભૂકો કે કચરો હોય એ નીકળી જાય

2) એક મોટું વાસણ લઈ એમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુકું મરચું , હળદર , હિંગ અને મીઠા લીમડાના પાન નાખો મીઠા લીમડાના પાન કડક થઈ જાય ત્યારબાદ તેમાં ચાળેલા પૌંઆ નાખો

3) હવે એને ધીમા થી મધ્યમ ગેસ પર સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો જો ઉનાળાનો સમય હોય તો તમે પૌઆને બે-ત્રણ કલાક તાપે મુકી ને પછી પણ આ બનાવી શકો છો અને જો માઈક્રોવેવમાં પહેલાં પૌવાને શેકવા હોય તો પણ શેકી શકાય પૌવા થોડા કડક થાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને એને હલાવતા રહો

4) સાત થી આઠ મિનિટ પછી પૌવા ને થોડા ઠંડા કરીને ચેક કરો જો એ સરસ કડક થઈ ગયા હોય અને આસાનીથી એનો ભૂકો થઈ જતો હોય ત્યારે ગેસ ધીમો કરીને એમાં લાલ મરચું નાખો લાલ મરચું નાખ્યા પછી ચેવડાને વધારે શેકવાનો નથી મરચું મિક્સ થઇ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને આના જ વાસણમાં ચેવડાને ઠંડો થવા દઈશું

5) હવે આ સરસ મજાનો પૌવા નો ચેવડો બનીને તૈયાર છે એ એકદમ ઠંડો થઈ જાય ત્યારે તમે અને ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો
