વેલેન્ટાઇન ડે પર બનાવો બેક કર્યા વગરની ઓરીઓ ચીઝ કેક | Oreo Cheesecake | Eggless Cake | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઓરીઓ ચીઝ કેક આ કેક  ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે સાથે જ આ કેક ની સૌથી ખાસ વાત એ હોય છે આને બેક કરવાની જરૂર નથી પડતી જેથી જેની પાસે ઓવન નથી એ પણ આ કેક આસાનીથી બનાવી શકે છે આ કેક  ને બનાવીને તમે ફ્રીજમાં બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારી નો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 4 – 5 વ્યક્તિ

સામગ્રી :

2 ઓરીઓ બિસ્કીટ ના પેકેટ

200 ગ્રામ ક્રીમ ચીઝ

200 ગ્રામ વ્હીપ ક્રીમ

50 ગ્રામ બટર

થોડું વેનિલા એસેન્સ

1 ચમચી દળેલી ખાંડ (જો જરૂર લાગે તો)

રીત :

1) સૌથી પહેલા ઓરીયો બિસ્કીટ ને પેકેટમાંથી એક વાસણમાં લઈ લો એમાંથી 5 -6 બિસ્કીટ જુદા કાઢી લો અને બાકીના બિસ્કીટનો ભૂકો કરીને તૈયાર કરી લો

2) હવે જે બિસ્કીટનો ભૂકો કર્યો છે એમાં બટરને ગરમ કરીને ઉમેરો અને સરસ રીતે મિક્સ કરો હવે એક ટીનમાં બટર પેપર લગાવીને બિસ્કીટ નું મિશ્રણ એમાં લઈ લો અને એને સરસ રીતે દબાવીને લેવલમાં કરી દો આને ફ્રીજમાં 10 મિનિટ માટે મૂકો

3) હવે એક વાટકામાં ક્રીમ ચીઝ લઈને એને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી વ્હીપ કરો પછી એમાં વ્હીપ ક્રીમ અને વેનિલા એસેન્સ નાખો બંનેને સરસ રીતે વ્હીપ કરતા જાવ સોફ્ટ પીક ક્ન્સીસ્ટેન્સી આવે ત્યાં સુધી મિક્સ કરી લો

4) જે બિસ્કીટ આપણે રાખ્યા હતા એમાંથી ત્રણ ચાર બિસ્કિટનો હાથથી થોડો મોટો ભૂકો કરી ને આમાં નાખીને મિક્સ કરી લો તમને આમાં જરૂર લાગે તો ખાંડ નાખી શકો છો અત્યારે નથી નાખી કેમ કે વ્હીપ ક્રીમ મા પણ ખાંડનું પ્રમાણ હોય અને આપણે જે બિસ્કીટ લીધા છે એ પણ ગળ્યા હોય એટલે ખાંડનો ઉપયોગ નથી કરેલો

5) દસ મિનિટ પછી કેક નું મોલ્ડ બહાર લઈ લો અને જે ક્રીમ નું મિશ્રણ તૈયાર કર્યું છે એ એના ઉપર નાખો હવે એને લેવલમાં કરી દો અને એના ગાર્નિશીંગ માટે ઉપરથી એક બિસ્કીટ આપણે તોડીને નાખીશું જેનાથી દેખાવ ખૂબ જ સરસ લાગશે

6) હવે આને ફ્રીઝરમાં ત્રણથી ચાર કલાક કેક સરસ રીતે સેટ થઈ જાય ત્યાં સુધી રહેવા દો ત્રણ થી ચાર કલાક પછી કેકને ફ્રીઝરમાંથી બહાર કાઢી લઈશું અને હવે ટીનમાંથી બટર પેપર ની સાથે જ કેક ને બહાર કાઢી લો કેક ને ચપ્પા ની મદદથી કટ કરો અને પછી અને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો

7) હવે આ સરસ મજાની ઓરીઓ ચીઝ કેક બનીને તૈયાર છે

Watch This Recipe on Video