વેલેન્ટાઇન ડે પર બનાવો એકદમ યમ્મી અને ટેસ્ટી પીઝા મેંદો કે ઇસ્ટ વાપર્યા વગર એ પણ ફક્ત 15 મિનિટમાં

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હાર્ટ શેપ નો પીઝા આ પીઝા ખૂબટેસ્ટી બને છે અને પીઝા બનાવવા માટે આજે આપણે મેંદો કે ઇસ્ટ નો ઉપયોગ નથી કરવાનો છતાં પણ આ ખુબ જ સરસ બને છે ચાલો અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 – 20 મિનિટ

સર્વિંગ 1 પીઝા

સામગ્રી :

1 ઘઉંનો લોટ

1 ચમચી દહીં

2 ચમચી તેલ

1/4 ચમચી બેકિંગ પાવડર

ઓરેગાનો

ચીલી ફ્લેક્સ

મીઠું સ્વાદ

પાણી જરૂર પ્રમાણે

એક ચમચી ટોમેટો કેચપ

પીઝા સોસ

રીત :

1) સૌથી પહેલા ઘઉંના લોટમાં બધી સામગ્રી નાખી મિક્સ કરો

2) ત્યારબાદ આમાં પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધી દો પછી થોડું તેલ લઈને એને મસળીને સુંવાળો કરી દો એને ઢાંકીને સાઈડમાં મુકો

3) એક એલ્યુમિનિયમના ના ટીનમાં થોડું તેલ લગાવી દો ત્યારબાદ જે લોટ બાંધીને રાખ્યો છે એને થોડું મસળીને હાથથી આમાં ફેલાવી દો કાંટાની મદદથી એના ઉપર કાણા કરી દો જેથી બેઝ ફૂલે નહીં

4) હવે એના ઉપર ટોમેટો કેચપ અને પીઝા સોસ મિક્સ કરીને લગાવો ત્યારબાદ તેના ઉપર તમારું મનગમતું ટોપિંગ મૂકો થોડો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો પછી એના ઉપર પીઝા ચીઝ નાખો

5) પીઝાને બેક કરવા માટે ઓવરને ૨૨૦ ડિગ્રી ઉપર પ્રિ હીટ કરી લો પછી પ્રિ હીટ થયેલા ઓવનમાં પીઝા ને 220 ડિગ્રી ઉપર 12 થી 15 મિનિટ માટે બેક કરો

6) બેક થઈ જાય પછી એને તવીથા ની મદદથી મોલ્ડમાંથી બહાર કાઢી લો

7) હવે આ સરસ મજાનો ઇન્સ્ટન્ટ પીઝા બનીને તૈયાર છે

Watch This Recipe on Video