હવે Domino’s જેવો Cheese burst પીઝા ઘરે બનાવો એ પણ યીસ્ટ,મેંદો કે ઓવન નો ઉપયોગ કર્યા વગર

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડોમિનોઝ જેવો ચીઝ બસ્ટ પિઝા આ પિઝા ઘરે ખુબ જ સરસ બને છે અને બહાર આ પિઝા ખુબજ મોંઘો મળતો હોય છે જ્યારે તમે ઘરે ઓછા ખર્ચમાં અને એકદમ ચોખ્ખાઈ થી બનાવીને એને તૈયાર કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 થી 10 મિનિટ

બનાવવાનો સમય : 15 થી 20 મિનિટ

સર્વિંગ 1 મોટો પીઝા

સામગ્રી :

પીઝા બેઝ બનાવવા માટે :

200 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ

1/2 ચમચી મીઠું

1/4 ચમચી બેકિંગ પાવડર

ચપટી સોડા

2 ચમચી દહીં

2 નાની ચમચી તેલ

પાણી જરૂર પ્રમાણે

પીઝા બનાવવા માટે :

2 – 3 ચમચી ચીઝ સ્પ્રેડ

2 ચમચી પીઝા સોસ

1 ચમચી સેઝવાન સોસ

1 ચમચી રેડ ચીલીસોસ

2 ચમચી ટોમેટો કેચપ

ત્રણ કલર ના લાંબા સમારેલા કેપ્સીકમ

ચેરી ટોમેટો

કાળા અને લીલા ઓલિવ

પીઝા ચીઝ જરૂર પ્રમાણે

પીઝા સીઝ્નીંગ

ઓરેગાનો

ચીલી ફ્લેક્સ

રીત :

1) સૌથી પહેલા લોટ બાંધવા માટે એક વાસણમાં લોટમાં મીઠું , બેકિંગ પાવડર સોડા અને દહીં નાખી ને થોડું મિક્ષ કરો ત્યારબાદ તેમાં એક ચમચી તેલ નાખીને મિક્સ કરો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધો ફરીથી બાકીનું તેલ ઉમેરીને સરસ રીતે મસળી લો લોટને ઢાંકીને સાઈડમાં મુકો

2) હવે એક વાડકીમાં ત્રણે સોસ અને ટોમેટો કેચપ મિક્ષ કરી લો

3) જે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી એક નાનો લુવો બનાવો અને એમાંથી રોટલી વણીને તૈયાર કરો રોટલી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી વણવાની છે કાંટાની મદદથી એના ઉપર કાણા કરી દો જેથી ફૂલે નહીં

4) હવે તવી ગરમ કરવા માટે મૂકો તવી ગરમ થાય એટલે આ રોટલીને કાચી પાકી શેકી લો

5) બાકીનો જે લોટ વધ્યો છે એમાંથી એ જ રીતે મોટી રોટલી વણીને તૈયાર કરો એના ઉપર પણ કાંટાની મદદથી કાણા કરી દો

6) હવે જે પીઝાની ટ્રે માં પીઝા બનાવવાનો હોય એમાં થોડું બટર લગાવી દો વણેલી મોટી રોટલી એમાં મૂકો એના ઉપર નાની શેકેલી રોટલી મુકો પછી એના ઉપર ચીઝ સ્પ્રેડ લગાવો

7) કિનારીને આ રીતે વાળી દો ફરીથી કાંટાની મદદથી પીઝા બેઝ ઉપર નિશાન ખરીદો નિશાન કરવા ખૂબ જ જરૂરી છે નહીં તો જ્યારે બીજા બેક થશે ત્યારે રોટલી ની જેમ ફુલવા લાગશે

8) હવે જે સોસ મિક્સ કરીને રાખ્યા છે એ આના ઉપર લગાવી દો ત્યારબાદ એના ઉપર ટોપિંગ મૂકો પીઝા સીઝ્નીંગ નાખો થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો પીઝા ચીઝ તમારી પસંદ પ્રમાણે એના ઉપર નાખી દો જે કિનારી ની જગ્યા છે એના ઉપર થોડું તેલ લગાવી દો

9) પીઝા ને બેક કરવા માટે ઓવનને 220 ડિગ્રી ઉપર પ્રિ હીટ કરીને તૈયાર કરી લો ઓવન પ્રિ હીટ થઇ જાય એટલે બનાવેલો પીઝા એમાં 220 ડિગ્રી ઉપર 10 થી 15 મિનિટ માટે બેક કરી લો

10) હવે જો તમારી પાસે ઓવન નથી અને આ પીઝા ને ગેસ ઉપર બનાવવો છે તો જાડા તળિયાવાળી કઢાઈને ઢાંકી ને ગરમ કરવા માટે મૂકો અને આ જ રીતે નાની સાઈઝ નો પીઝા બનાવીને તૈયાર કરો કડાઈ ગરમ થઇ જાય એટલે એમાં સ્ટેન્ડ મૂકો બનાવેલી પીઝા ની ટ્રે કે થાળીમાં આમાં મૂકી દો એના ઉપર ઢાંકણ ઢાંકીને ધીમા થી મધ્યમ આંચ પર પીઝા ને ૧૦ થી ૧૨ મિનીટ માટે બેક કરો 10 મિનીટ પછી ચેક કરી લેવું જેથી પીઝા બળે નહીં ૧૦ થી ૧૨ મિનીટ પછી પીઝા બેક થઈ જાય એટલે બહાર કાઢી લો

11) ઓવનમાં પીઝા ને બેક થતાં ૧૫ મીનીટ જેવો સમય લાગે છે પણ દરેક ઓવનનું ટેમ્પરેચર અલગ અલગ હોય એટલે દસ મીનીટ પછી ચેક કરી લેવું હવે આ પીઝા ને પીઝા કટર ની મદદથી કટ કરી લો અને પીઝા ને ગરમાગરમ સર્વ કરો

12) હવે આપણો ડોમિનોઝ જેવો ચીઝ બસ્ટ પિઝા બનીને તૈયાર છે

Watch This Recipe on Video