એક સીક્રેટ વસ્તુ ઉમેરીને બનાવો બહાર કરતા પણ ટેસ્ટી અને ક્રિસ્પી આલુ ટીક્કી | Aloo Tikki | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બધાને ભાવે એવી એક ચાટની રેસિપી આલુ ટિક્કી ચાટ , ચાટ ઘરમાં દરેક ને ખુબ જ પસંદ હોય છે અને એને બહાર જેવું જ પરફેક્ટ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે જ્યારે તમે ચાટ માટે ટીક્કી તૈયાર કરો છો ત્યારે એના માટે કયા બટાકા લેવા એને પરફેક્ટ બનાવવા માટે કઈ વસ્તુ નાખવી કે જેનાથી ટીક્કી એકદમ સરસ ક્રિસ્પી બને એ બધી જ ટિપ્સ હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી આલુ ટિક્કી ચાટ ઘરે કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 15થી 20 મિનિટ

સર્વિંગ : 3 – 4 વ્યક્તિ

સામગ્રી :

6 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા

2 ચમચી કણકીનો લોટ

1 સમારેલું લીલું મરચું

સમારેલી કોથમીર

થોડા ચીલી ફ્લેક્સ

મીઠું સ્વાદપ્રમાણે

સંચળ સ્વાદ પ્રમાણે

તેલ તળવા માટે

સર્વિંગ માટે :

મીઠી ચટણી

તીખી ચટણી

ગળ્યું દહીં

ચાટ માટેનો સ્પેશિયલ મસાલો

બેસનની ઝીણી સેવ

સમારેલી કોથમીર

ઝીણી સમારેલી ડુંગળી (નાખવી હોય તો)

રીત :

1) સૌથી પહેલાં તો બટાકાને બાફીને દોઢથી બે કલાક પહેલા તૈયાર કરીને રાખવા પછી ઠંડા થાય એટલે અને છોલી લેવા જ્યારે ટિક્કી બનાવીએ ત્યારે રેગ્યુલર બટાકા ના બદલે જે લાલ બટાકા આવે છે એનો ઉપયોગ કરવાનો જેમાં સ્ટાર્ચ બિલકુલ પણ નથી હોતું એટલે માવો એકદમ સરસ છૂટો બનશે બટાકાને મેશરની મદદથી મેશ કરીને તૈયાર કરી લો

2) હવે એમાં બધા મસાલા , કોથમીર મરચાં અને કણકીનો લોટ નાખીને મિક્સ કરી લો જરૂર લાગે તો વધારે લોટ ઉમેરી શકો છો

3) હવે એમાંથી આ રીતે ટિક્કી બનાવવાની છે તો છે તેલવાળો હાથ કરીને ટિક્કી બનાવીને તૈયાર કરી લેવી

4) ટિક્કી ને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો પછી બનાવેલી ટિક્કી આમાં નાખો એક બાજુ તળાય એટલે એને ફેરવી દઈશુ અને બીજી બાજુ પણ એને સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી કરવાની છે સરસ આવી તળાઈ એટલે આપણે એને કાણાવાળી ડિશમાં કાઢી લઈશું

5) ટિક્કી ને સર્વિંગ પ્લેટમાં લઈને એના ઉપર મીઠી ચટણી , તીખી ચટણી ચાટનો મસાલો , સેવ અને કોથમીર નાખીને ડેકોરેટ કરીશું

6) હવે આ સરસ મજાની ટેસ્ટી અને ક્રિસ્પી આલુ ટિક્કી ચાટ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video