ઇંડા વગરનો એકદમ ક્રિમી અને સોફ્ટ બટર સ્કોચ આઇસ્ર્કિમ ઘરે બનાવો | Butter Scotch Ice Cream | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઈંડા વગર નો એકદમ ક્રિમી અને સોફ્ટ બટર સ્કોચ આઇસ્ક્રીમ , આઇસ્ક્રીમ ઘરે બનાવો ખૂબ જ સરળ છે ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછી સામગ્રીમાં આ બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સેટ કરવાનો સમય : 8 – 10 કલાક કે આખી રાત

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

બટર સ્કોચ ક્રંચ બનાવવા માટે :

3 ચમચી ખાંડ

1 નાની ચમચી બટર

4 ચમચી અધકચરા વાટેલા કાજુ

આઇસ્ક્રીમ બનાવા માટે :

1/2 કપ નોન ડેરી ક્રિમ

1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક

બટર સ્કોચ ક્રંચ

થોડો પીળો કલર

બટર સ્કોચ એસેન્સ

રીત :

1) સૌથી પહેલા એક ફ્રાઈંગ પેનમાં ખાંડને કેરેમલ થવા માટે મૂકો ખાંડ ૫૦ થી ૬૦ ટકા જેવી કેરેમલ થાય પછી એને સતત હલાવતા જાવ અને ગેસ બંધ કરી દો

2) ખાંડ ઓગળી જાય એટલે તેમાં બટર નાખો અને સરસ રીતે મિક્સ કરીને કાજુ નાખો

3) હવે તેને તેલ લગાવેલી થાળીમાં આ લઈને પાથરી દો એને ઠંડુ થવા દો મિશ્રણ ઠંડું થઈ જાય એટલે એના ટુકડા કરી લો

4) પછી એને ખાંડણીમાં અધકચરા વાટી ને તૈયાર કરો આનો ઝીણો ભૂકો નથી કરવાનો

5) હવે એક વાસણમાં ઠંડુ ક્રિમ લઇ એને ઈલેક્ટ્રીક બિટર ની મદદથી વ્હીપ કરો

6) ક્રીમ વ્હીપ થઈ જાય પછી એમાં કન્ડેન્સ મીલ્ક અને એસેન્સ નાખીને ફરીથી મિક્સ કરો

7) થોડો ફૂડ કલર નાખો અને જરૂર પ્રમાણે બટર સ્કોચ ક્રંચ નાખીને મિક્સ કરી લો

8) એક ડબ્બો લઇ ને એમાં બનાવેલું આઇસ્ક્રીમ નું મિશ્રણ લઇ લો એના ઉપર ફરી થોડા બટર સ્કોચ ક્રંચ નાખો ડબ્બાની ઉપર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દો પછી ઢાંકણ બંધ કરીને આઇસ્ક્રીમને ફ્રીઝરમાં આઠથી દસ કલાક કે આખી રાત માટે સેટ થવા દો

9) આઈસ્ક્રીમ સેટ થઈ જાય પછી એલ્યુમિનિયમ ફોઇલ હટાવીને આઈસ્ક્રીમના સ્કૂબ કરીને બાઉલમાં લઈને સર્વ કરો એના ઉપર ફરી થોડા બટર સ્કોચ ક્રંચ નાખો

10) હવે આ સરસ મજા આવે મજા નો ઘરનો બનાવેલો ચોખ્ખો બટર સ્કોચ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video