30 રૂ.થી ઓછા ખર્ચમાં વરીયાળી શરબતનું પ્રીમિકસ બનાવી આખું વર્ષ સ્ટોર કરો – મન થાય ત્યારે શરબતની બનાવો

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉનાળા માટે ખૂબ જ ઉપયોગી રેસીપી વરિયાળીનું શરબત , વરિયાળી નું શરબત ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતું હોય છે જેને સરળતાથી બનાવી શકીએ છે આપણે જ્યારે વરિયાળીનું સરબત બનાવીએ છે ત્યારે વરિયાળીને થોડીવાર પાણીમાં પલાળીને રાખતા હોઈએ છીએ અને પછી એમાંથી શરબત બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમને વરિયાળી શરબત પ્રિમિકસ  બનાવતા શીખવાડીશ જેથી જ્યારે પણ શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે એક થી બે જ મિનિટમાં આ શરબત બનાવીને પી શકો છો સાથે જ તમે આ શરબત પ્રિમિકસ  ને ડબ્બામાં ભરીને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો માર્કેટમાં આ રીતના શરબત ના પ્રિમિકસ મળતા જ હોય છે પણ એ મોંઘા હોય છે સાથે જ એની ક્વોલિટી કેવી હોય છે એનો આપણને ખ્યાલ નથી હોતો ઘરે આપણે ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ ચોખ્ખાઈ થી એને બનાવીને સ્ટોર કરી શકીએ છીએ તો ચાલો આને કેવી રીતે બનાવવો જોઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 5 મિનિટ

સ્ટોર કરવાનો સમય આખુ વર્ષ

સામગ્રી :

1 કપ દેશી વરીયાળી

2 ચમચી લખનવી વરીયાળી

2 કપ ખાંડ

1 ચમચી મીઠું

1 ચમચી કાળા મરી

2 ચપટી લીંબુના ફૂલ

ચપટી લીલો કલર

રીત :

1) સૌથી પહેલા વરિયાળીને સાફ કરીને દોઢ થી બે કલાક બહાર તાપ માં મૂકી દો જેથી એ એકદમ સરસ કોરી થઈ જાય તમે જ્યાં રહેતા હો ત્યાં તાપ ના આવતો હોય તો વરિયાળીને 40 થી 50 સેકન્ડ માઇક્રોવેવ પણ કરી શકો અને જો ગેસ પર એ રીતે 40 – 50 સેકન્ડ શેકવી હોય તો પણ શેકી શકો પણ એનો કલર અને સ્વાદ બદલાવો ન જોઈએ

2) હવે મિક્સર જારમાં બધી સામગ્રી નાખી તૈયાર કરી લો અને એકદમ સરસ દળીને પાવડર બનાવી લો

3) ચાળણીની મદદથી ચાળી લો જેથી જે પણ વરિયાળીના મોટા દાણા હોય તે નીકળી જાય હવે પ્રિમિકસ ને સરસ રીતે મિક્સ કરી લો

4) આ પ્રિમિકસ ને તમે ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો

5) આમાંથી શરબત બનાવવા માટે એક ગ્લાસ માં બે ચમચી શરબતનો પ્રિમિકસ નાખો ત્યારબાદ તેમાં ઠંડું પાણી નાખીને મિક્સ કરી લો પછી એમાં બરફના ટુકડા નાખો

6) હવે આ સરસ મજાનો વરિયાળી નું શરબત અને વરિયાળી નું શરબત પ્રિમિકસ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video