કોરોના વાઇરસથી બચવા વધારો રોગપ્રતિકારક શક્તિ આ ઘરેલું ઉપાયથી | Corona Virus | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શરદી – ઉધરસ અને કોરોના વાયરસ ની સામે રક્ષણ આપે એવો એક આયુર્વેદિક ઉકાળો આ ઉકાળો તમે ઘરમાં નાના મોટા દરેકને પીવા માટે આપી શકો છો અને આ ખૂબ જ અસરકારક છે તો કોઈ પણ જાતના ઈન્ફેક્શનથી તમને બચાવવામાં ખૂબ જ મદદ કરે છે અને તમે સવાર-સાંજ પીવાના ઉપયોગમાં લઇ શકો છો અને ઘરમાંથી જ મળી જાય એવી વસ્તુ થી આ બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 5 – 6 વ્યક્તિ

સામગ્રી :

1 લીટર પાણી

50 તુલસીના પાન

20 ફૂદીનાના પાન

15 થી 20 કાળા મરી

એક આદુનો ટુકડો

લીંબુનો રસ

1 ચમચી અજમો

1/2 ચમચી હળદર

થોડો ગોળ નાખવો હોય તો

થોડુ મધ

રીત :

1) સૌથી પહેલા આપણે જે બધી સામગ્રી ઉપયોગમાં લેવાની છે એ તૈયાર કરી લેવી આદુ અને તુલસી ફુદીનાના પાનને ધોઈ લેવા

2) એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં અજમો , આદુ , તુલસી અને ફુદીનો નાખીને મધ્યમ આંચ પર ઉકળવા દો

3) થોડીવાર પછી આ રીતે ઉકાળાનો કલર ચેન્જ થવા લાગશે આ સમયે આમાં હળદર ઉમેરી દો અને ઉકાળાને પાંચ મિનિટ હજુ ઉકળવા દો ટોટલ 20 મિનિટ પછી ગેસ બંધ કરીને આને ઠંડુ થવા દો

4) ઉકાળો થોડો ઠંડો થાય એટલે એને એક વાસણમાં ગાળી લો તમારે આમાં થોડો ગોળ નાખવો હોય તો પણ નાખી શકો છો

5) મિશ્રણ થોડું હૂંફાળું થાય એ સમયે લીંબુનો રસ ઉમેરી દો હવે આને ગ્લાસમાં લઈ લો

6) નાના બાળકોને ઉકાળો આપવાનો છે તો એમાં થોડુ મધ નાખીને મિક્સ કરી લો અને જો મોટાને પીવામાં આપવો છે તો ગોળ કે મધ વગર પણ પીવાના ઉપયોગમાં લઇ શકો છો

7) તો હવે આયુર્વેદિક ઉકાળો બનીને તૈયાર છે અને તમે સવાર-સાંજ પીવાના ઉપયોગમાં લઈ શકો છો 

Watch This Recipe on Video