3 નવી ટ્રીકથી ફકત ૨ કલાકમાં દહીં જમાવાની રીત | Dahi | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઇશું કે ઘરે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ઘટ્ટ અને મલાઈદાર દહીં કેવી રીતે જમાવવું જનરલી દહીં જમાવવા માટે આઠ થી દસ કલાક કે આખી રાત રાહ જોવી પડતી હોય છે પણ આજે આપણે ત્રણ અલગ અલગ રીત અહીં જણાવીશ જેથી ફક્ત બે થી ત્રણ કલાકમાં દહીં જામીને તૈયાર થઈ જાય છે ચાલો કેવી રીતે જમાવવું એ જોઈ લઈએ

સામગ્રી :

1 લીટર ફૂલ ફેટદૂધ

છાશ જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા દૂધને ગાળી ને ગરમ કરવા માટે મૂકો અહીંયા મેં પેકેટ નું દૂધ આવે એ ઉપયોગમાં લીધું છે એટલે આપણે આને નવશેકું ગરમ કરીશું પણ જો તમે છુટું દૂધ અત્યારે ઉપયોગમાં લેતા હો તો એને એક ઉભરો આવે એટલું ગરમ કરવાનું છે

2) દૂધ ને  પાંચ મિનીટ પછી ચેક કરવું આ નવશેકું ગરમ લાગે એટલું એને ગરમ કરવાનું છે આ રીતે દૂધ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો

3) દહી જમાવવા માટે તમે પ્લાસ્ટિકનો સ્ટીલનું , સ્ટીલ નું , કાચ નું  કે ચિનાઈ માટી નું કોઈ પણ વાસણ ઉપયોગમાં લઇ શકો છો તો જે પણ વાસણમાં દહી જવાનું હોય એમાં આપણે મેળવણ નાખી દઇશુ 150 થી 200 મિલી દૂધ ની સામે અડધી ચમચી છાશ 300  મિલી દૂધ ની સામે પોણી ચમચી છાશ અને 400 મિલી દૂધ ની સામે એક મોટી ચમચી જાડી છાશ મેળવવામાં નાખવી

4) હવે જે દૂધ ગરમ કર્યું છે એ આપણે આ માં નાખી બીજું એક વાસણ લઈને આને બે વાર મિક્સ કરી લો જેથી સરસ રીતે દુધમાં મેળવળ મિક્સ થઈ જાય હવે ડબ્બાને બંધ કરી દો

5) અહીંયા હું તમને ત્રણ રીત જણાવવાની છું તો પહેલી રીત માટે આપણે કેસરોલ લઇ ડબ્બો આમાં મૂકી દઈશું આને બંધ કરીને બે કલાક માટે રહેવા દો બીજી એક માટે એક કુકરમાં થોડું પાણી લઇ ને એને ગરમ કરવા માટે મૂકો પાણીમાંથી વરાળ આવવાની શરૂઆત થાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને સ્ટીલ નો ડબ્બો લીધો છે એ આપણે કૂકરમાં મૂકી દઈશું અને કુકર બંધ કરીને આને પણ બે કલાક રહેવા દો ઓવનને 10 મિનિટ માટે પ્રી હિટ કરી લો ઓવન પ્રી હિટ થઈ જાય પછી સ્વીચ બંધ કરી દેવી અને પણ આમાં મૂકી દો અને એને પણ બે કલાક રહેવા દેવાનો બે કલાક દરમિયાન આને ખોલવાનું નહીં

6) બે કલાક પછી આપણે જોઈશું તો દહીં સરસ જામી ગયું હશે આ રીતે જામી જાય એટલે એને બે કલાક માટે ફ્રીઝમાં મૂકી દો અને પછી એને ખાવાના ઉપયોગમાં લેવાનું

7) આ રીતે ત્રણ માંથી કોઈ પણ રીતે દહીં ઝડપથી જમાવી શકો છો

Watch This Recipe on Video