ઘરમાં કોઇ જ શાક નથી તો બનાવો આ ટેસ્ટી શાક જેની સામગ્રી ઘરમાંથી જ મળી જશે |Shreejifood | Gathiya nu Shak

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક આ શાક એકદમ ટેસ્ટી હોય છે અને ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે તો જ્યારે ઘરમાં કોઇ શાક ના હોય ત્યારે તમે આસાનીથી આ શાક બનાવી શકો છો અને ઘરમાં નાના મોટા દરેકને ભાવે એટલું ટેસ્ટી બને છે આને તમે રોટલી , પરોઠા કે પુરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 5 મિનિટ

સર્વિંગ : 2 વ્યક્તિ

સામગ્રી :

3 ચમચી દહીં

4 – 5 ચમચી પાણી

2 ચમચી તેલ

1/2 ચમચી રાઈ

ચપટી જીરુ

ચપટી હિંગ

1/2 ચમચી હળદર

1 ચમચી લાલ મરચું

1/2 ચમચી ધાણાજીરૂ

મીઠું સ્વાદ પ્રમાણે

2 લીલા મરચા

થોડી સમારેલી કોથમીર

1/2 વાટકી ગાંઠીયા

રીત :

1) સૌથી પહેલાં એક વાટકામાં દહીં અને થોડું પાણી નાખીને મિક્ષ કરીલો દહીં ના બદલે છાશ લેવી હોય તો પણ લઈ શકાય

2) હવે એક વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , જીરુ , સમારેલા લીલા મરચાં , હળદર અને હિંગ નાખીને સાંતળી લો

3) હવે ગેસ બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરીને દહીં આમા નાંખીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું દહીં વઘાર માં સરસ રીતે મિક્સ થઇ જાય પછી એમાં બીજું બે ત્રણ ચમચી જેટલું પાણી નાખો

4) હવે ગેસ ચાલુ કરીને આને ગરમ થવા દો આ સમયે આમાં મસાલા કરી દો

5) પાણી જેવું જ ગરમ થાય એટલે આમાં ગાંઠીયા નાખો ગાંઠીયા નાખીને શાક ને વધારે ચઢવા દેવાનું નથી મિક્સ કરીને ફક્ત એક જ મિનીટ રાખવાનું છે આમાં સમારેલી કોથમીર નાખીને મિક્સ કરી લો

6) હવે ગેસ બંધ કરી દેવાનો છે ગરમાગરમ શાક ને રોટલી કે પરોઠા કે પુરી સાથે સર્વ કરી શકો છો 

Watch This Recipe on Video