ઘરમાં જ રહેલી સામગ્રીથી બજાર કરતાં સરસ બ્રેડ ગેસ પર અને ઓવનમાં બનાવાની રીત | Bread without Yeast

 હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરે બ્રેડ કેવી રીતે બનાવી એ જોઈશું જનરલી બ્રેડ  બનાવવા માટે યીસ્ટ કે ઓવન ની જરૂર પડતી હોય છે અને જો યીસ્ટ ના લેવી હોય તો ઈનો કે દહીં લેવું પડે આજે આપણે દહીં , ઈંડા , યીસ્ટ કે કોઈ વસ્તુનો ઉપયોગ કર્યા વગર બ્રેડ બનાવીશું અને આ બિલકુલ બહાર જેવી બને છે આજે  આને બનાવવા માટે હું તમને બે રીત બતાવવાની છું એક ગેસ ઉપર અને બીજી  ઓવનમાં તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 40 – 45 મિનિટ

સર્વિંગ : 400 500 ગ્રામ બ્રેડ

સામગ્રી :

250ml દૂધ

200 ગ્રામ મેંદો

2 ચમચી દળેલી ખાંડ

1/2 ચમચી મીઠું

1 ચમચી બેકિંગ પાવડર

1/4 ચમચી બેકિંગ સોડા

2 ચમચી મિલ્ક પાવડર

1 ચમચી સફેદ  વિનેગર કે લીંબુનો રસ

2 ચમચી તેલ

રીત :

1) સૌથી પહેલા આપણે જે દૂધ લીધું છે એને નવશેકું ગરમ કરવાનું છે તમે આને માઈક્રોવેવમાં કે ગેસ પર ગરમ કરી શકો છો પછી એમાં વિનેગર નાખીને મિક્સ કરી લો અને સાઈડ માં મૂકી દો

2) હવે મેંદામાં બાકીની બધી વસ્તુ નાખી ચાળીને તૈયાર કરી દો અને સરસ રીતે મિક્સ કરો

3) બ્રેડ બનાવવા માટે 3 નંબરનું બ્રેડ ટીન લઇ તેમાં થોડું તેલ લગાવી દો પછી બટર પેપર લગાવી દઈશું અને એના ઉપર પણ થોડું તેલ લગાવીને આ રીતે પણ તૈયાર કરી દઈશું જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે તેલ લગાવીને કોરો મેંદો પણ છાંટી શકો છો

4) જે દૂધ અને વિનેગર મિક્સ કરીને રાખ્યું છે એ એનું ટેક્ચર આ રીતે થઈ ગયું છે તો હવે એમાં તેલ નાખીને મિક્સ કરી લો

5) દૂધના મિશ્રણને હવે એક વાસણમાં લઈ લેશો એમાં મેંદાનું મિશ્રણ નાખતા જાવ અને મિક્સ કરતા જાવ  અને વધારે પડતું મિક્ષ નથી કરવાનું એ વાતનુ ધ્યાન રાખો આ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્ષ કરો

6) બ્રેડ બનાવવા માટે 3 નંબરનું બ્રેડ લઇ તેમાં થોડું તેલ લગાવી દો પછી બટર પેપર લગાવી દઈશું અને એના ઉપર પણ થોડું તેલ લગાવીને આ રીતે પણ તૈયાર કરી દઈશું જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે તેલ લગાવીને મેંદો છાંટી શકો છો બ્રેડનું ખીરું તૈયાર કર્યું છે એને ટીનમાં લઈશું અને ઉપરથી અને સરસ રીતે લેવલમાં કરી દો પછી એના ઉપર થોડું દૂધ લગાવી દેવું ટીનને થોડું થપથપાવી દઈશું

7) જો બ્રેડ ને તમારે ગેસ ઉપર બે કરવી છે તો આ રીતે પેનમાં , કડાઈમાં કે કુકર માં મીઠું નાખી ધીમા ગેસ પર 10 મિનિટ માટે ગરમ થવા માટે મૂકી દો પછી આ રીતે સ્ટેન્ડ મૂકી એના ઉપર બ્રેડનું ટીન મુકો અને ઢાંકણ ઢાંકી ધીમા ગેસ પર ૪૦ થી ૪૫ માટે બેક કરો

8) હવે જો બ્રેડ ને ઓવનમાં બેક કરવી છે તો ઓવનને ૧૮૦ ડિગ્રી પર પ્રિ હીટ કરી લો બ્રેડનું ટીન મૂકીને ૩૦ થી ૩૫ મિનીટ સુધી બેક કરો દરેક ઓવનનું ટેમ્પરેચર અલગ અલગ હોય એટલે અડધો કલાક પછી બ્રેડ ચેક કરવી ખૂબ જ જરૂરી છે

9) ઓવનમાં બ્રેડ બેક કરવા માટે મૂકી હતી  એને બેક થવામાં 35 મિનિટનો સમય લાગ્યો છે બ્રેડ બેક થઇ છે કે નહીં ચેક કરવા માટે ટૂથપીક કે ચાકુની મદદથી આ રીતે ચેક કરો જો એ સાફ નીકળે મતલબ કે એ સરસ રીતે બેક થઈ ગઈ છે જ્યારે ગરમ હોય ત્યારે જ એના ઉપર થોડું બટર કે તેલ લગાવી દેવું જેથી ઉપરના લેયર સરસ થઇ જશે અને ઉપરનું પડ થોડું પોચું  થઇ જશે

10) અત્યારે જ્યારે અપણે બ્રેડ બેક કરી હોય ત્યારે ઉપરનું પડ ખૂબ જ કડક હોય એટલે તરત એને ખાવાના ઉપયોગમાં ન લેતા બ્રેડ ને  થોડા ભીના નેપકીનથી લપેટીને એક કલાક માટે રહેવા દો

11) આ જ રીતે જે ગેસ ઉપર બ્રેડ બેક કરવા માટે મૂકી હતી એને ૪૫ મિનિટનો સમય લાગ્યો છે એને પણ એ જ રીતે થોડું તેલ લગાવીને આપણે લપેટીને એક કલાક માટે મૂકી દઈશું

12) એક કલાક પછી બ્રેડ પોચી થઈ જાય એટલે એને પહેલા કિનારીથી અલગ કરો અને પછી બટર પેપર ની સાથે એને મોલ્ડ માંથી કાઢી લો પછી બટર પેપર હટાવી દો

13) એને આપણે કટ કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પોચી બ્રેડ બનીને તૈયાર થઇ છે

14) જે ઓવનમાં બ્રેડ બનાવી એક એ પણ ખુબ જ સરસ બને છે આ રીતે બ્રેડને કટ કરી દો પછી તમે ડબ્બામાં ભરીને બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો

15) હવે આ સરસ મજાની આપણે ઘરની બનાવેલી બેસ્ટ વગરની બ્રેડ બનીને તૈયાર છે

Watch This Recipe on Video