બહાર જેવું પાવભાજી ઘરે બનાવો એક નવી રીતે | Pavbhaji | Swaminarayan Bhaji | Shreejifood

 હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બજાર જેવી  પાવભાજી , પાવ ભાજી બનાવવી આમ તો ખૂબ જ સરળ છે અને આજે હું તમને એકદમ સરળ રીત બતાવવાની છું જેનાથી પાવભાજી ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો અને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 5 – 6 વ્યક્તિ

સામગ્રી :

2 મોટા ચમચા તેલ

1 મોટો વાટકો સમારેલી કોબીજ

1 વાટકો ટામેટા

1/2 વાટકી કેપ્સીકમ

 3 લીલા મરચા

 3 મીડીયમ સાઈઝના બટાકા

1/4 વાટકી ગાજર

સમારેલી કોથમીર

મીઠું સ્વાદ પ્રમાણે

1/2 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરૂ

1 ચમચી લાલ મરચું

1 ચમચી કાશ્મીરી લાલ મરચું

1 ચમચી પાવભાજીનો મસાલો

સર્વિંગ માટે :

સલાડ

લીંબુ

બટર

પાવ

રીત :

1) સૌથી પહેલા એક કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂકો તમારે ભાજી તેલ બદલે બટરમાં બનાવી હોય તો પણ બનાવી શકો છો તેલ થોડું ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં કોબીજ નાંખીશું અને થોડી સાતળી લઈશું જે ડુંગળી ખાતા હોય એ પહેલા ડુંગળી નાંખી શકે અને એ પછી કોબીજ નાખવાની

2) આમાં કેપ્સિકમ અને લીલા મરચા નાખી એને ૨૦થી ૩૦ સેકંડ માટે ફાસ્ટ ગેસ પર સાંતળીશું

3) હવે એમાં બીયા કાઢીને સમારેલા ટામેટા નાખો અને સરસ રીતે મિક્સ કરીને ટામેટા પોચા પડે ત્યાં સુધી તેને ચઢવા દો

4) હવે બાકીના શાક આમાં નાખી દઈશુ અત્યારે મેં ફ્રોઝન વટાણા નો ઉપયોગ કર્યો છે તમે જો સૂકા વટાણા લેતા હોય તો એને ૬ થી ૭ કલાક પલાળી પછી ઉપયોગમાં લેવા અને જે લોકો જૈન છે એ બટાકા ના બદલે કાચા કેળા ઉપયોગમાં લઇ શકે છે

5) શાક મિક્સ કરી લઈએ એ પછી આપણે આમાં બધા મસાલા કરીશું અને મસાલા અને શાકભાજીને આપણે એકથી બે મિનિટ માટે ચઢવા દો જેથી મસાલો નો ટેસ્ટ સરસ રીતે શાકમાં આવી જાય શાકમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી સાતળવું

6) એમાં એક કપ જેટલુ કે શાક ડૂબે એટલું પાણી નાખો અને કૂકરનુ ઢાંકણ બંધ કરીને મીડીયમ ગેસ ઉપર એની ત્રણ વ્હીસલ કરી લો

7) ત્રણ વ્હીસલ થઈને કુકર ઠંડું થઈ જાય એટલે પછી ખોલીને શાકને મેશરની  મદદથી મેસ કરો શાકને મિક્સ કરવાથી આ રીતે સરસ બની જશે જો શાક વધારે ઘટ્ટ થઈ ગયું હોય તો તમે એમાં થોડું ગરમ પાણી ઉમેરી શકો અને જો એમાં રસો લાગતો હોય તો એને બે ત્રણ મિનિટ ગેસ પર ગરમ કરી શકો છો હવે તેમાં સમારેલી કોથમીર નાખીને મિક્સ કરીએ તો આપણી ભાજી તૈયાર છે

8) હવે પાવ શેકવા માટે એક તવીમાં આપણે તેલ કે બટર નાંખીશું એમાં થોડું લાલ મરચું , થોડોપાવભાજીનો મસાલો અને સમારેલી કોથમીર નાખો અને પાવ સરસ રીતે શેકીને તૈયાર કરી લો

9)  પાવભાજી ને શેકેલા પાવ , સલાડ , લીંબુ અને બટર નાંખીને સર્વ કરી શકો

10) હવે આ સરસ ન્જાની ટેસ્ટી અને મસાલેદાર પબ ભાજી બનીને તૈયાર છે

Watch This Recipe on Video