બજારમાંથી કોઇ વસ્તુ લાવ્યા વગર ઘરની જ સામગ્રીથી બનાવો ટેસ્ટી લાડુ | Malai Besan Ladoo | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મલાઈ બેસન લાડુ આ લાડુ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને આને બનાવવા માટે તમારે બજારમાંથી કોઈ જ વસ્તુ લાવવાની જરૂર નથી ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આ બનીને તૈયાર થઇ જાય છે અને આને બનાવવા માટે ફક્ત ચાર થી પાંચ વસ્તુઓની જરૂર પડે છે તો ચાલો આ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 6 – 7 લાડુ

સામગ્રી :

1.5 કપ ઘર ની તાજી મલાઈ

2 ચમચી દૂધ

4 ચમચી ખાંડ

1/2 વાટકી બેસન

2 ચમચી સોજી

થોડો ઈલાયચી જાયફળ નો પાવડર

સમારેલા બદામ પિસ્તા

ચપટી હળદર કે ઓરેન્જ ફૂડ કલર

રીત :

1) સૌથી પહેલા એક જાડા તળિયાવાળા વાસણમાં મલાઈ લઈ લો અને એની સાથે આપણે બે ચમચી દૂધ ઉમેરો આ લાડુ બનાવવા માટે બને ત્યાં સુધી બે ત્રણ દિવસની મલાઈ ઉપયોગમાં લેવી વધારે જૂની મલાઈ ઉપયોગમાં ના લેવી

2) આપણે આને ગેસ પર ગરમ થવા માટે મુકીશું અને વચ્ચે-વચ્ચે હલાવતા રહીશું ૫ થી ૭ મિનીટ પછી મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી ખાંડ તમારા સ્વાદ પ્રમાણે ઓછીવત્તી કરી શકો છો

3) તમે જેમ જેમ આ મિશ્રણને ગરમ કરતા જશો તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે તો આ રીતે આમાંથી ઘી છૂટું પડે અને આનો આવો સોનેરી કલર આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશુ આ કડાઈને આપણે ગેસ ઉપર રહેવા દઈશું જેથી ગેસ અને કડાઈગરમ હોય એટલે હજુ પણ આ શેકાશે અને કલર પણ થોડો ડાર્ક થશે

4) થોડીવાર પછી તમે જોશો તો સરસ આવવાનો કલર થઈ ગયો હશે આવું કલરનો આવવો જોઈએ હવે આ જે માવો બન્યો છે એને એક થાળીમાં લઇ લો અને ઘી ને આ કડાઈમાં જ રહેવા દો

5) હવે ઘી ને ગરમ કરો એ ગરમ થાય એટલે એમાં બેસન નાખો અને એને ધીમા ગેસ પર શેકો થોડો એનો કલર બદલાય એટલે એમાં સોજો નાખી એને પણ સાથે શેકી લો

6) આમાં ચપટી હળદર કે કલર નાખો થોડીવાર પછી આ સરસ સોનેરી કલરના થઇ જશે અને  આમાંથી સુગંધ પણ આવા લાગશે અને આ સમયે આમાં થોડું ઈલાયચી અને જાયફળનો પાઉડર નાખી દઈશુ અને સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસ બંધ કરી આને થોડી વાર રહેવા દો

7) નીચે ઉતારી આ થોડું ગરમ હોય ત્યારે જ તેમાં સમારેલા બદામ પિસ્તા નાખો અને એને મિક્સ કરી લો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં જે માવો આપણે બનાવીને તૈયાર કર્યો છે એ આમા ઉમેરીશું અને મિક્સ કરીશું આ મિશ્રણમાં મિક્સ થાય એટલે છેલ્લે બૂરુ ખાંડ નાખીએ આ ઓપ્શનલ છે પણ બુરું ખાંડ નાખશો તો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે

8) બધું મિક્સ થઇ જાય પછી આમાંથી આપણે મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરીશું લાડુ ની સાઈઝ જે રાખવી હોય તે રાખી શકો છો અત્યારે મેં મીડિયમ સાઇઝના લાડુ બનાવ્યા છે હવે સરસ મજાના મલાઈ બેસન લાડુ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video